આ નદીમાં હાથ નાખતા જ નીકળે છે સોનું- રાતોરાત અહીયાના લોકો થઇ ગયા અબજોપતિ

Published on: 11:11 am, Tue, 7 September 21

કેટલીક રોચક જાણકારીઓ અવારનવાર સોસિયલ મીડયા પર આવતી રહેતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ખુબ ચોંકાવનાર જાણકારીને લઈ સમાચાર સામે આવ્યા છે. ભારત દેશ એક સમયે ‘સોનાની ચીડિયા’ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું હતું.

કારણ કે, પહેલાના સમયના ભારતના રાજાઓ પાસે એટલું સોનું હતું કે, જે અન્ય દેશના કોઈપણ રાજા અથવા તો દેશ પાસે હતું નહિ એ માટે ભારત ‘સોને કી ચીડિયા’ તરીકે ઓળખ. ભલે દેશમાં સોનું 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વેચાઈ રહેલ હોય પણ એક સ્થળ એવું પણ છે કે, જ્યાં આદિવાસીઓ સોનાના કણ ભેગા કરે છે.

ત્યાંના સ્થાનિક વેપારીઓ તેને ધૂળના ભાવે ખરીદી લે છે. ઝારખંડના નાના નાગપુર વિસ્તારમાં આદિવાસી લોકોનાં રતનગર્ભા વિસ્તારમાં સોનાની રાખ નદીમાં વહે છે જેનું વિશેષ મહત્વ છે. અહીયના આદિવાસી લોકો તેને ‘નંદા’ તરીકે ઓળખે છે. આજ સુધી આ રેતીમાં સોનાના કણ મળવાનું સાચું કારણ જાણી શકાયુ નથી.

કોઈ નદી અંગે આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર જરૂર લાગે છે પરંતુ આ નદીની રેતીમાંથી સોનું કાઢવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, નદી કેટલાક પથ્થરોમાંથી થઈને પસાર થાય છે. આ દરમિયાન ઘર્ષણને લીધે જ સોનાના કણમાં ભળી જાય છે.

એક તરફ સમગ્ર દેશમાં દિવાળી વખતે સોનાની ખરીદીમાં ભીડ સતત વધતી જાય છે. અહિ દેશમાં એક એવી નદી પણ છે કે, જે સોનું આપે છે. ઝારખંડના રતનગર્ભા વિસ્તારમાંથી પસાર થતી સ્વર્ણરેખા નદીમાં સોનું ભર્યું પડ્યું છે. અહીં રહેતા આદિવાસી આ નદીના તળને શોધી સોનાનાં કણો એકત્ર કરવામાં આવે છે તથા સોનાને વેચે છે.

અહીં રહેતા આદિવાસી લોકોનું કહેવું છે કે, આ નદી પર ઘણીવાર સંશોધન કર્યું છે. એમાં સોનાના કણ કેવી રીતે તથા ક્યાંથી આવે છે પણ હજુ પણ તે રહસ્ય છે. આ નદી સાથે જોડાયેલ એક બીજી ચોંકાવનારી વાત એ છે કે, આ નદી પોતાના ઉદભવસ્થાનેથી નીકળ્યા પછી તે વિસ્તારની કોઈપણ નદીમાં જઈને મળતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…