વિશ્વમાં ઘણા ચમત્કારિક મંદિરો છે. ઘણા મંદિરો સદીયો જુના છે અને તેમન પાછળ પૌરાણિક કથાઓ પણ છે. એવું કહેવાય છે કે, ઈશ્વર તારણહાર છે અને મનુષ્યના માથે આવેલા સંકટોને પણ ઈશ્વર પોતાના માથે લઇ લેતા હોય છે. આવી જ એક ઘટના હાલ શિવ મંદિરમાંથી સામે આવી છે. જ્યાં આકાશી વીજળીને પણ શિવીજીએ પોતાની જટાઓમાં સમાવી લીધી.
જાણવા મળ્યું છે કે, હરિયાણામાં આવેલા કરનાલ જિલ્લાના મદનપુર ગામની અંદર શનિવારની સાંજે આકાશી વીજળીની ગર્જનાથી ગામના લોકો પણ ડરી ગયા હતા. મુશળધાર વરસાદ સાથે ગામની અંદર ચાર વાર વીજળી પડી હતી. આ દરમિયાન, જ ગામની અંદર જુના શિવ મંદિરમાં પ્રચંડ ધડાકા સાથે ધુમાડો પણ ઉઠવા લાગ્યો હતો.
વરસાદ બંધ થયા બાદ ગામના લોકો જયારે મંદિરમાં પહોંચ્યા ત્યારે તેમને જોયું કે, મંદિરના ગુંબદનો ઉપરનો ભાગ અને દીવાલો ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે. પરંતુ, આ દરમિયાન એક એવું નિશાન પણ તેમની નજરમાં આવ્યું જે જાણીને સૌ કોઈ હેરાન રહી ગયા હતા. કારણ કે, જમીન ઉપર એક ત્રિશૂળનું નિશાન પણ પડી ગયું હતું.
ત્યાં હાજર લોકોએ તેને પોતાના મોબાઈલમાં પણ કેદ કરી લીધું અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો પણ પોસ્ટ કરી દીધી હતી. ત્યારબાદ તે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. લોકો તેને શિવજીનો ચમત્કાર જણાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, ભગવાન શિવે તેમની ઉપર આવેલા મોટા સંકટને પોતાની જટાઓમાં સમાવી લીધું હતું. આ બાબતે ગામના લોકો પ્રસાશન પાસે મંદિરના ક્ષતિગ્રસ્ત ભાગના પુનઃનિર્માણ માટે ગુહાર લગાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, મંદિરનું ગુંબદ 90 ફૂટ ઊંચું છે. જેની ઉપરનો લગભગ 10 ફૂટ ભાગ વીજળી પડવાના કારણે ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. આકાશી વીજળી પડવાના કારણે જબરદસ્ત ધમાકો પણ થયો હતો. ધમાકો એટલો જોરદાર હતો કે, મંદિરનો મલબો આસપાસના ઘરો સુધી પણ જઈને પડ્યો હતો. સારું હતું કે, વરસાદના કારણે કોઈ ગ્રામજન બહાર હતું નહી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…