એક વ્યક્તિ એ રેસ્ટોરન્ટમાં આપી 12 લાખ રૂપિયા ની ટિપ આટલી મોટી રકમ જોઈને મેનેજરે કર્યું….

133
Published on: 11:35 am, Mon, 5 July 21

ટિપની રસીદથી ખબર પડે છે કે તે શખ્સે 2800 રૂપિયા નું ખાવાનુ ખાધુ અને બદલામાં 16,000 થી થોડી વધારે ડૉલરની ટિપ આપી, જે લગભગ 12 લાખ રૂપિયા જેટલી રકમ છે. તેને બતાવ્યુ કે, જ્યારે તેને પહેલીવાર 12 જૂને બિલ જોયુ તો તેને લાગ્યુ કે આ ભૂલથી થયુ છે. સાથે જ બતાવ્યુ કે તે શખ્સ હંમેશા તેની રેસ્ટૉરન્ટમાં આવતો હતો.

રેસ્ટૉરન્ટને લઇને એક રસપ્રદ ઘટના સામે આવી છે. ન્યૂ હેમ્પશાયરની એક રેસ્ટૉરન્ટમાં એક શખ્સે ખાવાનુ ખાદ્યા બાદ 12 લાખની ટિપ આપી તો બધાં ચોકી ગયા, આ વાત જોતજોતામાં ઇન્ટરનેટ પર ફેલાઇ ગઇ અને લોકો આની પ્રસંશા કરવા લાગ્યા.

ખરેખરમાં, આ ઘટના સામે આવી ત્યારે ન્યૂ હેમ્પશાયરના લંડનડેરીમાં એક રેસ્ટૉરન્ટના માલિક સ્ટમ્બલ ઇન બાર એન્ડ ગ્રિલે આ સોમવારે ફેસબુક પર બિલની એક તસવીર શેર કરી. પોતાની પૉસ્ટમાં રેસ્ટૉરન્ટના માલિક માઇક જારેલાએ ખાવાનુ ખાવા આવેલા શખ્સને તેની ઉદારતા માટે ધન્યવાદ આપ્યા.

વળી, તસવીર શેર કરતા જારેલાએ લખ્યું- સ્ટમ્બલ ઇનમાં એક બહુજ ઉદાર ગ્રાહક આવ્યો હતો, અમે તમારી ઉદારતા માટે ધન્યવાદ અર્પણ કરીએ છીએ.

આઠ બાર ટેન્ડરો વચ્ચે વિભાજિત કરવામાં આવશે આ પૈસા જારેલાએ બતાવ્યુ કે ઘટના બાદથી તે વ્યક્તિ ઘણીવાર રેસ્ટૉરન્ટમાં આવી ચૂક્યો છે. આવામાં એકવાર રેસ્ટૉરન્ટના માલિકે તેને કહ્યું કે તેને તે વ્યક્તિ સાથે મુલાકાત કરી અને વાત કરી. જે પછી ખબર પડી કે તે શખ્સે કોઇ ભૂલ નથી કરી અને તે ટિપ આપવા માંગતો હતો. જારેલાએ બતાવ્યુ કે ટિપના પૈસા આઠ બાર ટેન્ડરોની વચ્ચે વિભાજિત કરવામાં આવ્યા હતા.