વડોદરાના ગુમ થયેલા જોશી પરિવારના ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં થયો મોટો ખુલાસો – લખ્યું: ‘અમારા મૃત્યુ માટે 4 લોકો જવાબદાર છે’,

171
Published on: 6:30 pm, Wed, 28 September 22

વડોદરાના ડભોઇનો જોષી પરિવાર છેલ્લા 6 દિવસથી ગુમ છે. 4 વ્યક્તિ ધરાવતો પરિવાર ગુમ થતા હાલ શોધખોળ હાથ ધરાઇ છે. શહેરની કપુરાઇ ચોકડી ખાતે રહી પરિવાર પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરિવારના મોભી કહેવાતા રાહુલ જોષી હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરિવારમાં પત્ની નીતા, પુત્ર પાર્થ અને પુત્રી પરી મળીને 4 લોકો લાપતા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અચાનક જ 4 લોકો થયાં ગૂમ 
મૂળ ડભોઈના વતની પરંતુ વડોદરામાં કપુરાઈ ચોકડી પાસે રહેતો જોશી પરિવાર અચાનક ગુમ થતાં અનેક પ્રકારની વાતો થવા લાગી હતી. કારણ કે, ગુમ થયેલા જોષી પરિવારની છેલ્લા 8 દિવસથી કોઈ ખબર નથી. CCTV ચેક કરતાં સામે આવ્યું કે આઠ દિવસ પહેલા આ પરિવારના સભ્યો ઘર છોડીને ક્યાંક જઈ રહ્યા છે.

હાથમાં કોઈ સામાન નથી. બસ માત્ર પહેરેલા કપડે ક્યાંક જઈ રહ્યા છે. ત્યારથી તેમનો કોઈ અતોપતો નથી. ગુમ પરિવારના મોભી રાહુલભાઈ જોશી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ કોઈ કારણવશ પરિવારના પત્ની, પુત્ર અને પુત્રી પરી મળી 4 લોકો લાપતા થઈ ગયા છે.

તેમના સગા-સંબંધીઓ અને પોલીસ તેઓના કાન્હા હાઇટ્સમાં પહોચ્યાં ત્યારે તેમના પાડોશીઓએ નિવેદન આપતા કહ્યું કે, ‘લોકોનું આર્થિક સંકડામણ પણ હોઈ શકે છે, ફ્લેટના સભ્યો પાસેથી પણ તેઓએ રૂપિયા લીધા હતા.’ આ બાબતે ગુમ થયેલા રાહુલભાઈના ભાઈ પ્રણવભાઈ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોતાના ભાઈના પરિવારને શોધી આપવા સોશિયલ મીડિયા ઉપર અપીલ પણ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન પરિવારના ઘરેથી ચિઠ્ઠી મળી
પોલીસને તપાસ દરમિયાન પરિવારના ઘરેથી ચિઠ્ઠી મળી આવી હતી. એ ચિટ્ઠીમાં નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ અને અલ્પેશ મેવાડા એમ ચાર વ્યક્તિના નામનો નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. સાથે જ પરિવારના મૃત્યુ માટે આ ચાર લોકો જવાબદાર હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમ હવે આ ચાર સભ્યનો પરિવાર કેમ ગુમ છે, ક્યાં ગયો છે તેમને ગુમ થવા પાછળ કેવી મજબૂરી હતી તે તમામ કારણો પોલીસ તપાસ બાદ સામે આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…