નાસિકના ખેડૂત ભાઈએ હાંસલ કરી અનોખી સિદ્ધિ – સ્વાસ્થ્યને ચમત્કારી ફાયદા કરતા કલરફૂલ ફ્લાવર ઉગાડ્યા

169
Published on: 10:01 am, Mon, 4 October 21

દેશના ખેડૂતો હાલના સમયમાં અનોખી ખેતી દ્વારા ઘણી ઉંચી કમાણી કરી રહ્યા છે. ખેડૂતો કઈક નવું કરીને ખેતીમાં અનોખી ક્રાંતિ લાવી રહ્યા છે. આવા ઘણા ઉદાહરણો સામે આવી રહ્યા છે. હાલ આવા જ એક ખેડૂતની વાત અહિયાં કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાના ખેતરમાં કલરફૂલ ફ્લાવર(ફુલાવર)ની ખેતી કરી હતી અને લોકોમાં અનોખી છાપ ઉભી કરી હતી.

42 વર્ષના એક ખેડૂટ દ્વારા 16 લાખ રૂપિયાના કલરફુલ ફ્લાવરની હાઇબ્રિડ ખેતી કરવામાં આવી છે. સામાન્ય રીતે ફ્લાવરનો રંગ સફેદ હોય છે. પરંતુ આ ફ્લાવરનો રંગ જાંબલી અને પીળો છે. આશરે 70 દિવસ પહેલાં મહિન્દ્ર નિકમે બીજ લીધા હતા. તેનું ટેસ્ટિંગ હરિયાણાના કર્નલ ફાર્મમાં કરવામાં આવ્યું. આ યુનિક સીડ્સ પુણેમી સિંગેન્ટા ઇન્ડિયા લિમિટેડમાં ડેવલપ કરવામાં આવ્યા.

મહિન્દ્રએ 40 હજાર રૂપિયામાં હાઇબ્રિડ બ્રિજ ખરીદીને તેમના ગામમાં 5 એકર ખેતરમાં ફ્લાવર વાવ્યા છે. મહિન્દ્રએ કહ્યું કે, મેં 2 પ્રકારની વેરાયટીનો ઉપયોગ કર્યો છે. જાંબલી કલર માટે વેલેન્ટિનો અને પીળા રંગ માટે કેરીટીનાનો ઉપયોગ કર્યો છે. હાઇબ્રિડ ફ્લાવરની ન્યૂટ્રિઅન્ટ વેલ્યુ વધારે છે. સમાન્ય ફ્લાવર કરતાં હાઇબ્રિડ ફ્લાવરમાં વિટામિન A વધારે જોવા મળે છે. વિટામિન A આંખોની રોશની, ફ્લુથી રક્ષણ અને સ્કિનકેર માટે ફાયદાકારક છે.

મહિન્દ્રએ 20 હજાર કિલો જાંબલી અને પીળા રંગનાં ફ્લાવરની ખેતી કરવા આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ યુનિક શાકભાજીની ખેતી કરીને મહિન્દ્રએ દરેક ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે. હાલમાં ભારતમાં ઘણા એવા ખેડૂતો છે કે જે, કઈક અલગ કરીને સારામાં સારી કમાણી કરી રહ્યા છે. ઘણા ખેડૂતો એવા પણ છે કે, જેમણે ખેતી દ્વારા કરોડોની કમાણી કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…