ખેતરમાંથી બે માતા સહીત બે બાળકોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર

Published on: 11:01 am, Sat, 4 September 21

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પાલનપુર તાલુકામાં આવેલ ગઠામણ ગામ પાસે આવેલ સધીમાંના મંદિરની પાછળનાં એક ખેતરમાં ગુરુવારે સાંજે ખેતરમાં પશુઓને પ્રવેશતાં અટકાવવાના ઝટકા મશીનના વીજ-કરંટ લાગતાં માતા તેમજ 2 સંતાનનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.

જો કે, આ બનાવ અંગે મોડી સાંજ સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. પાલનપુરનાં લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ હીરાભાઈ જગાણિયા પાલનપુર તાલુકામાં આવેલ ગઠામણ પાસેના સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે. જ્યાં ખેતરમાં પશુઓ ખેતીના પાકને નુકસાન ન કરે એ માટે ઝટકા મશીન મૂકી દેવામાં આવ્યા છે.

આ મશીનના વીજ વાયર ખેતર ફરતે ગોઠવી દેવામાં આવ્યા હતા. ગુરુવારની સાંજના સુમારે ખુશાલભાઈ હીરાભાઇ જગાણિયાના દીકરા ભાવેશભાઈની પત્ની કોકિલાબેન તેમજ બાળકો જૈમિન (ઉં.વ 12) તથા વેદુ (ઉં.વ.10) ખેતર નજીકથી પસાર થતાં ત્યારે આ વીજ વાયરની ઝપેટમાં આવતાં કરંટ લાગતાં માતા તથા બંને પુત્રનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હતાં.

જો કે, આ અંગેની પોલીસ મથકમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. આ અંગેની ઉત્તર ગુજરાત વીજ કંપની પાલનપુરના અધિકારી એલ. એ. ગઢવી જણાવે છે કે, ગઠામણ પાસેના ખેતરમાં મૂકવામાં આવેલ ઝટકા મશીનના કરંટથી 3 લોકોનાં મોત નીપજ્યા છે. આ અંગે વીજ કંપનીના કર્મચારીઓની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…