ખેતરમાં ઝટકા મશીન લગાવતા પહેલા ખેડૂતભાઈઓ રહેજો સાવચેત! આ ખેડૂ પરિવાર સાથે ઘટી એવી ઘટના કે, જાણીને રૂવાંડા ઉભા થઈ જશે

338
Published on: 4:41 pm, Tue, 21 September 21

મોટાભાગના ખેડૂત પોતાના ખેતરોમાં જાત-મેહનતથી ઉભા કરેલ પાકોના રક્ષણ માટે અવનવા ઉપાય અપનાવતા હોય છે ત્યારે કોઈક ખેતર ફરતે તાર બાંધતા હોય છે તો કોઈક ચાડિયો ઉભો કરતા હોય છે તો કોઈક વળી ફટાકડાના અવાજ વાળા મ્યુઝીક મુકતા હોય છે પણ હમણેના થોડા સમયથી તો અઘરી પદ્ધતિ અપનાવાઈ રહી છે.

ખેતરમાં એક ઝટકા મશીન મુકવામાં આવે છે કે, જે સોલારથી ચાર્જ થતું હોઈ છે તથા આ ઝટકા મશીનની સાથે સમગ્ર ખેતરની ફરતે બાંધવમ આવેલ તાર જોઈન્ટ હોય છે કે, જે મશીનમાંથી તારમાં વીજ પરવાહનું વાહન થાય છે. જેથી તે તારને કોઈક સ્પર્શ કરે તો તરત જ ઝટકો લાગે છે.

આ ઝટકા મશીન હંમેશા વીજનો ઝટકો જ આપતું હોય છે તે ક્યારેય જીવ લે તેવો કરંટ આપતો નથી પણ પાલનપુર તાલુકામાં આવેલ ગઠામણ ગામમાં એક એવી ઘટના બની છે કે, જેને વાંચીને તમારા રુંવાડા ઉભા થઈ જશે. આ ગામના મંદિરની પાછળ એક ખેતરમાં કોઈ અજાણ્યા પશુઓ પ્રવેશ ન કરે એ માટે ઝટકા મશીન મૂકીને તેની સરહદ સીલ કરવામાં આવી હતી.

જયારે એક માતાની સાથે તેના 2 બાળકો આ ખેતરમાં પ્રવેશતા તેને વીજ કરંટ લાગતા તેઓના મોત થયા હતા. આ ખેતર પાલનપુર જીલ્લામાં આવેલ લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ હીરાભાઈ જગાણિયાનું છે. આ ઘટના બનતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.

મોટાભાગે કાળીયાર, ભૂંડ તથા અન્ય પશુઓથી ખેતીના પાકોને રક્ષણ આપવા માટે ખેતરમાં ઝટકા મશીન લગાવવામાં આવતા હોય છે પણ એવી કોને ખબર હતી કે, આ મશીન ઘરના જ લોકોના ભોગ લઈ લેશે. ખુશાલભાઈ હીરાભાઇ જગાણિયાના દીકરા ભાવેશભાઈની પત્ની કોકિલાબેન તેમજ બાળકો જૈમિન અને વેદુ ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન વીજ વાયરની ઝપેટમાં આવતાં કરંટ લાગતાં માતા તેમજ બંને પુત્રનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હતાં. જો કે, આ અંગે પોલીસ મથકમાં કોઈપણ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગેની ઉત્તર ગુજરાત વીજ કંપની પાલનપુરના અધિકારી એલ. એ. ગઢવી જણાવે છે કે, ખેતરમાં મૂકવામ આવેલ આ મશીનના કરંટથી 3 લોકોનાં મોત થયાની માહિતી મળી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…