સાક્ષાત ચમત્કાર: દીકરાના મોતનાં એક મહિના પછી માતાજીએ કહ્યું, ‘તારો દીકરો પાછો આવશે, અને બીજે દિવસે મંદિરમાં…’

Published on: 4:32 pm, Tue, 29 November 22

ભારત દેશ સનાતન ધર્મમાં માનનારો છે. અવાર-નવાર માતાજીના પરચાઓ જાણવા મળતા રહે છે. પરંતુ આ વખતે કઈક અજીબ ઘટના જ સામે આવી છે. કોઈ વ્યક્તિ તમને કહે કે, મૃત્યુ પામેલ વ્યક્તિ આવતા એક મહિના પછી જીવતો થઇ જશે તો આ વાત માનવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે. પરંતુ મધ્યપ્રદેશના રિવા જિલ્લામાંથી આવી જ એક અજીબ ઘટના સામે આવી છે. જ્યાં સાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના બકચરા ગામમાંથી આ ઘટના સામે આવતા લોકોને વિચારમાં મૂકી દીધા હતા.

મધ્યપ્રદેશના રિવા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનિતા નામની મહિલા રહે છે. એક મહિના પહેલા અનિતાનો ચાર વર્ષના દીકરો ઘરના આંગણમાં રમતા રમતા મોત્ન્ર ભેટ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ તેની અંતિમ વિધિની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી હતી. બાળકના માતા-પિતાને મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓ આઘાત સહન કરી શક્યા નહીં, તેમનો વ્હાલસોયો માત્ર ચાર વર્ષનો દીકરો તેમની નજર સામે જ રમતા રમતા મૃત્યુ પામ્યો હતો. બાળકના મૃત્યુના એક મહિના બાદ અનિતાને રાત્રે માતાજી સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. ત્યારે માતાજીએ જણાવ્યું કે, સતત પૂજા અર્ચના કરવાથી તારો દીકરો પાછો જીવતો થઈ જશે.

માતાજીની વાણી પર વિશ્વાસ રાખીને અનિતાએ આ સ્વપ્નની વાત તેના પરિવારજનોને કરી. અને દીકરાને જીવતો કરવા માટે તેમના ગામથી 20 કિલોમીટર દૂર આવેલા કુળદેવીના મંદિરમાં જઈ પૂજા અર્ચના કરવા લાગ્યા. આ પૂજા 10 દિવસ સુધી ચાલી અને માતાજીના કહ્યા અનુસાર બાળકને ફરી જીવતો કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા. પહેલા તો ગામજનોને આ બધી વાતો પર વિશ્વાસ આવ્યો નહિ પરંતુ ત્યારબાદ ગામજનો પણ પૂજા અર્ચનામાં જોડાઈ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ અન્ય લોકોને થઇ ત્યારે આ બાબતને માતાજીનો ચમત્કાર ગણાવતા હતા.

મૃત્યુ પામેલ બાળકની માતાએ જણાવ્યું કે, તેને સ્વપ્નમાં માતાજી આવ્યા હતા. અને તેણે જણાવ્યું કે, તેના બાળકને જે જગ્યા પર અંતિમ વિધિ કરવામાં આવી છે તે જગ્યા પરની માટીમાંથી તેના બાળકનો ફરી જન્મ થશે. ત્યારે આ માટીમાંથી ધીમે ધીમે ફૂલ ઊગ્યું છે, અને માતાજીના કહેવા પરથી આ ફૂલની અંદરથી તેનો દીકરો પાછો જીવતો થશે તેવું અનિતાને લાગે છે. અને આ માટે તેઓ છેલ્લા દસ દિવસથી મંદિર પૂજા અર્ચના અને સત્સંગ ભજન, કીર્તન કરી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…