તમે બોરવેલમાં ફસાયેલ બાળકોને કલાકોની જહેમત બાદ સલામતીપૂર્વક બહાર કાઢતા જોયા હશે પરંતુ હાલ એનાથી પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, એક નાનકડુ બાળક બરણીમાં ફસાઈ ગયું હતું. અને કોઈપણ સંજોગોમાં બાળક બહાર નહોતું નીકળતું.
નાની ઉંમરે બાળકો ઘણા ન કરવાના કામ કરી બેસે છે જેના કારણે બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આમ તો તમે બોરવેલમાં ફસાતા ઘણા બાળકોને જોયા હશે, પરંતુ અહીંયાં એક બાળક બરણીમાં ફસાઈ ગયું હતું. સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આખું ગામ પાણીમાં ફસાયેલા બાળકને બહાર કાઢવા મહેનત કરી રહ્યું છે.
#Virat #ViralVideo pic.twitter.com/7V9U8Tk3at
— ᴍᴀʏᴜʀ 🍂 (@mayur__lakhani) December 20, 2021
વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, નાનકડું બાળક દૂધની બરણીમાં ફસાઈ ગયું છે. પરિવારના સભ્યો બાળકને કાઢવાના તમામ પ્રયાસો કરે છે, પરંતુ કોઈ ઉપાય કારગર સાબિત થતો નથી. છેવટે આ બરણીને કાપવાનો નક્કી કરે છે. અને બાળકનું ધ્યાન રાખી, લાકડાનું પાટિયું બરણીમાં મૂકી બરણી કાપે છે અને બાળકને સલામતીપૂર્વક બહાર કાઢે છે.
અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે. સાથોસાથ લોકો કહી રહ્યા છે કે, ‘આ બાળક અંદર ફસાયુ કઈ રીતે?’ તમને જણાવી દઈએ કે, આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તેની કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી. પરંતુ હાલના સમયમાં આ વિડીયો સોસીયમ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે અને લોકો જોઈને શેર પણ કરી રહ્યા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…