એક દહાડથી આખેઆખા ગીરને ધ્રુજાવનાર ડાલામથ્થા સાવજનો દુર્લભ વિડીયો કેમેરામાં થયો કેદ- જુઓ અહિયાં

233
Published on: 6:10 pm, Sat, 23 October 21

અવારનવાર સોસિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં આવા જ એક વિડીયોને લઈ સમાચાર સામે આવ્ચ્યા છે. આપ સૌને જાણ તો હશે જ કે, ગીર જંગલના રાજા એવા ડાલામથ્થા સાવજનાં કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે.

રમત રમતા સિંહનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડીયો વેરાવળ તાલુકામાં આવેલ મંડોર ગામની સીમના કોઈ ખેતરનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ વીડીયોમાં સિંહ રમત રમતા-રમતા મગફળીના ચારાના ઢગલા પર ચડી જઈને આરામ ફરમાવતો જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

છેલ્લા થોડા સમયથી રેવન્યુ તથા ખેતી વિસ્તારોમાં સિંહ હરતા-ફરતા જોવા મળ્યાં:​​​​​​
ગીર જંગલના રાજા એવા સિંહો પણ થોડા સમયથી જંગલ બહારના રેવન્યુ તથા ખેતી વિસ્તારોમાં હરતા-ફરતા જોવા મળ્યા છે તો અમુક કિસ્સાઓમાં સિંહો ખોરાકની શોધમાં પણ રેવન્યુ વિસ્તારોમાં આવી ચડીને પશુઓનું મારણ કરી મિજબાની માણતા જોવા મળતા હોય છે. ઘણીવાર સિંહ ધીંગા મસ્તી કરતા પણ જોવા મળતા હોય છે. આ દરમિયાન છેલ્લા થોડા દિવસથી સિંહ ખેતરમાં રમત રમી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કોઈ વ્યક્તિએ મોબાઈલમાં વીડિયો રૂપે ઘટનાને કેદ કરી:
આ વાયરલ થયેલ વીડિયો વેરાવળ તાલુકામાં આવેલ મંડોર ગામની સીમનો હોવાનું અનુમાન લગાવાઈરહ્યું છે. આ વીડિયોમાં સિંહ રમત રમતા-રમતા ખેતરની વચ્ચોવચ પડેલા મગફળીના ચારાના ઢગલા પર ચડીને આરામ ફરમાવતો જોવા મળી રહ્યો છે.

આ ઘટનાને કોઈ વ્યક્તિએ મોબાઈલમાં વીડિયો રૂપે કેદ કરી લીધી હતી કે, જે વીડિયો વાયરલ થતા લોકોએ ઉત્સુકતા પૂર્વક આ વીડિયાનો આનંદ લઈ રહ્યા છે. કારણ કે, ભાગ્યે જ સિંહ રમત રમતો હોય એવા દ્દશ્યો જોવાનો લ્હાવો મળતો હોય છે ત્યારે આ વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…