હદય ધ્રુજાવનાર દ્રશ્યો: આ અભિનેત્રીએ જાતે જ ઉપાડી પોતાના પતિની અર્થી

Published on: 7:22 pm, Sun, 4 July 21

મંદિરા બેદી પર દુખનો વરસાદ થઈરહ્યો છે. એક્ટ્રેસના પતિ રાજ કૌશલનું હાર્ટએટેકથી મોત થયું છે. એક્ટ્રેસ ના પરિવારના અન્ય લોકો સાથે પતિના અંતિમ સંસ્કાર કરવા માટે મંદિરા બેદી પણ આવી હતી. મંદિરા રાજના જવાથી તે તૂટી ગઈ છે. અંતિમ સંસ્કારના ફોટો અને વિડિયો સામે આવ્યા છે તેમાં મંદિરા ખૂબજ રડતી દેખાઈ રહી છે.

જો કે આ દરમિયાન મંદિરાએ કંઇક એવું કર્યું કે જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હકિકતમાં એમ્બ્યુલન્સથી જ્યારે રાજને સ્મશાનઘાટ લઈ જવાતો હતો ત્યારે અન્ય લોકોની સાથે મંદિરાએ પણ અર્થીને પકડી, જો કે અર્થીને પકડતા જ તે ફરીથી રડવા લાગી હતી. પરંતુ તે પછી તેણે અર્થીને છોડી નહીં. ફેંસ પણ મંદિરાનો સપોર્ટ કરી રહ્યા છે.

હાથ જોડી ને તેના પતિ ને જોઈ રહી હતી
જ્યારે રાજને મુખાગ્નિ અપાઈ રહી હતી ત્યારે મંદિરા હાથ જોડીને રોતી તેને જોઈ રહી હતી. મંદિરા ના દોસ્ત અને કેટલાય બોલિવુડ અભિનેતા અને ટીવી સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. રોહિત રોય જ્યારે મંદિરાને મળવા આવ્યા તો તે પોતાને સંભાકી શક્ય નહી. તે તેમને ગળે લગાવીને મોટે મોટે થી રડવાલાગી.

તમને જણાવી દઈએ કે મંદિરા રાજ ને ખુબજ પ્રેમ કરતી હતી. બંને છેલ્લા કેટલાક વર્ષથી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. મંદિરા અને રાજના બે બાળકો છે. એક છોકરો અને એક છોકરી. ગત વર્ષે જ મંદિરા અને રાજે દિકરીને ગોદ લીધી હતી. તેણ ગોદ લીધા પછી સોશ્યલ મીડિયા પર પણ તેના ફોટો શેર કરીને તેના ચાહકો ને ખુશખબરી આપી હતી.