
ઇંગ્લેંડના સ્ટોક ઓન-ટ્રેન્ટ સિટી માં એક ઘટના સામે આવી છે. અહીં બે વર્ષની બાળકીએ ચોકલેટ સમજીને ભૂલથી રીમોટ ની બેટરી ગળી ગઈ હતી. આ પછી બાળકીની તબિયત લથડવાનું શરૂ થયું હતું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યાં તેનું મૃત્યુ થયું. મૃત્યુ પછી બાળકની માતા બીજા બાળકોને આ ભયથી દૂર રાખવા માટે લોકોને જાગૃત કરી રહી છે.
સ્ટોક ઓન-ટ્રેન્ટ સિટીની બે વર્ષીય બાળકી ના દુખદ અવસાન બાદ માતા ને ખુબ જ આઘાત લાગ્યો છે. આ ઘટના પછી તે અન્ય માતાપિતાને જાગૃત કરી રહી છે કે બાળકોને રીમોટ્સ અને રમકડાથી દૂર રાખો જેમાં બટન અથવા બેટરી હોય.આ ઘટના અંગે બાળકીની માતા સ્ટેસી નિકલિનએ જણાવ્યું હતું કે,તે તેની બાળકીને યાદ કરીને ખુબજ રડે છે.અને ત્યારે તેનો આત્મા કંપાય છે.
જ્યારે આ અકસ્માત થયો ત્યારે પુત્રી રૂમમાં એકલી હતી. તે કંઈક ગળી ગઈ હતી તેવી મને ખબર પડી હતી.તેણે કહ્યું કે તેની મોટી બહેન જેમી બાળકની સંભાળ રાખી રહી હતી. જ્યારે દીકરી બેટરી ગળી ગઈ ત્યારે તેનું માથું એકદમ પાછળ ની તરફ વળી ગયું અને તેના મોઢા માંથી લોહી પણ નીકળ્યું.
સ્ટેસી નિકલીને કહ્યું કે તે કંઇ બોલી રહી ન હતી. તેની આંખો તરત બંધ થઈ ગઈ હતી અને તે મારી સાથે પછી વાત જ ન કરી શકી. ત્યારબાદ તેને રોયલ સ્ટોક યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
તેને હોસ્પીટલના ડોક્ટરો ને કહ્યું કે તેની દીકરી બેટરી ગળી ગઈ છે.હાર્પર લીનું સર્જરી દરમિયાન મોત થયું હતું. આ પછી, માતા ઘરે પહોંચી ત્યારે તેને બેડરૂમમાં રીમોટ કંટ્રોલ મળ્યું અને તેમાંથી બેટરી ગાયબ હતી. પોતાની દીકરી ગુમાવતા હવે તે અન્ય માતા-પિતા ને પણ સલાહ આપી રહી છે.