‘દેને વાલા જબભી દેતા, દેતા છપ્પર ફાડકે’ – જુઓ કેવી રીતે સોમનાથનો આ સામાન્ય વ્યક્તિ રાતોરાત બની ગયો કરોડપતિ

0
31
Published on: 10:25 am, Fri, 15 October 21

દેને વાલા જબભી દેતા, દેતા છપ્પર ફાડકે… ગીર સોમનાથના ઉના તાલુકામાં આવેલ સૈયદ રાજપરા બંદરના એક માછીમાર સાથે બનેલ ઘટનામાં આ કહેવત યથાર્થ સાબિત થઈ છે. ફક્ત એક જ રાતમાં એની કિસ્મત પલટાઈ ગઈ છે. માછીમારને ઘોલ નામની અતિ કિંમતી માછલીનો જથ્થો મળતા માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો છે. ઘોલ માછલીની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખુબ ઊંચી કિંમત હોય છે. સૈયદ રાજપરાના માછીમારને ઘોલ માછલીના 2000 નંગ મળી આવ્યા છે.

માછીમારે ઝડપેલ માછલીની અંદાજિત બજાર કિંમત 3 કરોડ રૂપિયા:
જીલ્‍લાના ઉના તાલુકામાં આવેલ છેવાડાના દરિયાકિનારે આવેલ સૈયદ રાજપરા ગામના બંદરનો એક માછીમાર ખલાસીઓ સાથે પોતાની ફીશીગ બોટ લઇને દરિયામાં માછીમારી કરવા થોડા દિવસો અગાઉ ગયો હતો. આં દરમિયાન ત્રણ દિવસ અગાઉ ગુજરાતના દરિયાકાંઠે ખાડી વિસ્‍તારમાં આ ફીશીગ બોટ મચ્‍છી પકડવા માટે જાળ બિછાવીને કામગીરી કરી રહ્યા હતા.

જેમાં રાત્રિના સમયે કિંમતી ઘોલ નામની પ્રજાતિની માછલીનો જથ્‍થો માછીમારની જાળમાં આવ્યો હતો. જાળમાં આવેલ સંખ્‍યાબંઘ ઘોલ માછલી એક ફીશીગ બોટમાં રાખવી સંભવ ન હોવાને લીધે માછીમારે તે જ વિસ્‍તારમાં માછીમારી કરી રહેલ પોતાના પરિચીતની અન્‍ય બે બોટોને બોલાવી લીધી હતી.

બાદમાં પકડાયેલ સંખ્‍યાબંઘ ઘોલ માછલીઓને ત્રણેય બોટમાં રાખીને સૈયદ રાજપરા બંદર પરત ફરી હતી. બંદરે પહોચ્‍યા પછી ગણતરી હાથ ઘરતા લગભગ 2,000 નંગ જેટલી ઘોલ માછલીનો જથ્‍થો પકડાયાનું સામે આવ્યું હતુ. પકડાયેલ માછલીના જથ્‍થાની માર્કેટ કિંમત અંદાજે 3 કરોડ જેવી થતી હોવાનું જાણકારો પાસેથી જાણવા મળ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘોલ માછલીની ઊંચી કિંમત:
માછીમારી વ્‍યવસાયના જાણકારના મત પ્રમાણે ઘોલ નામની પ્રજાતિની માછલીની આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ખૂબ ઊંચી કિંમત ધરાવે છે. આ માછલીના શરીરમાં બ્‍લેડર નામનો અંગ ખૂબ જ કિંમતી હોય છે. જયારે તેના માંસનો વિદેશમાં સૂપમાં ઉપયોગ કરાય છે.

આ ઘોલ માછલીનો મેડીકલ તેમજ વિદેશમાં ખાઘપદાર્થની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ માછલી ફીશ મોઝનો વેપાર કરતા જ વેપારીઓ ઘોલ માછલી ખરીદી કરતા હોય છે. કિંમતી ઘોલ માછલી દરિયામાં મોટાભાગે ખાડી વિસ્‍તારના દરિયામાંથી મળી આવતી હોય છે.

રાજ્યમાં કચ્‍છ તથા ગલ્‍ફની ખાડી વિસ્‍તારના દરિયામાં ઘોલ માછલી મળી આવતી હોય છે. હમેંશા ઘોલ માછલી દરિયામાં સમૂહમાં જ મળી આવતી હોય છે. કારણ કે, ઘોલ માછલી દરિયામાં કયારેય એકલ દોકલ હોતી નથી. જેને લીધે જયારે પણ ઘોલ માછલી પકડાય ત્‍યારે તે ખુબ મોટા જથ્‍થામાં જ મળી આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…