ગુજરાતમાં ગઈકાલે રાતે એટલે કે શનિવારે સાંજે 7:40 મિનિટે આકાશમાં એક અદભૂત નજરો જોવા મળ્યો હતો. કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએથી આ પ્રકાશ પુંજ દેખાયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. આ પદાર્થ લાંબો સમય સુધી દેખાયો હોવાથી લોકોએ તેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીને સોશિયલ મીડિયા પર પણ વાયરલ કર્યા છે. કચ્છ, રાજકોટ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર સહિત અનેક જિલ્લાઓમાં ઉલ્કા જોવા મળી છે.
3,000થી વધુ કૃત્રિમ ઉપગ્રહો લોન્ચ થઇ ચુક્યા છે
દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ગામડાંઓના આકાશમાં ઉલ્કાપીંડ જેવી સળગતી વસ્તુનો અવકાશી ગોળો પૃથ્વી તરફ આવતો દેખાતાં લોકો કુતુહલવશ જોવા માટે ઘરોની બહાર દોડી આવ્યાં હતાં. ત્યારબાદ આ અદ્દભુત વસ્તુ સાપુતારાનાં સનરાઈઝ ડુંગરને અડીને આવેલી ખીણમાં ધુમાડા સાથે તૂટી પડ્યાની ચર્ચા છે. ખગોળ તજજ્ઞ દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું છે કે, શનિવાર રાત્રે આકાશમાં આપણે જે ઘટના જોઇ, જેમાં સ્પેશ ડેબ્રિશ સળગીને નીચે પડતા જોયું.
એક વર્ષ પહેલા અમે આવા સ્પેશ ડેબ્રિશ (કૃત્રિમ ઉપગ્રહોનો કાટમાળ) પૃથ્વી તરફ આવશે તેવી આગાહી પણ કરી હતી. પરંતુ જ્યારે આકાશમાં હવે આ ઘટના બની ત્યારે લોકોને ખતરાનો આભાસ થયો છે. 1950ના દાયકામાં સ્પુનિક ઉપગ્રહ રશિયાએ અવકાશમાં છોડ્યો ત્યારથી ઉપગ્રહ યુગનો આરંભ થયો. પરંતુ એ ઉપગ્રહ યુગ ઘણો સારો હતો. ખેતી, ટીવી, અભ્યાસ, મિલિટ્રી સહાય, ઇન્ટરનેટ સહિતના વિવિધ ક્ષેત્રો માટે 3000થી વધુ કૃત્રિમ ઉપગ્રહો લોન્ચ થઇ ચુક્યા છે. હવે છેલ્લા ચાર-પાંચ વર્ષથી સ્પેશ વૉર શરૂ થઇ ચુક્યું છે.
સ્પેશ વૉર શરૂ થયું છે જે ભવિષ્યમાં આપણને નડી શકે છે
મોટી મોટી કંપનીએ ઇન્ટરનેટની જાળ પાથરવા લાગી છે. તેથી આકાશમાં અત્યાર સુધી 3000 જેટલા ઉપગ્રહો હતા, તે આ વર્ષે અત્યાર સુધીમાં 5000 થઇ ગયા છે. આ વર્ષના અંત સુધીમાં 10,000 ઉપગ્રહો આ બધી કંપનીઓ સ્થાપી દેશે. ત્યારબાદ આ દોડ રોકાવાની નથી પણ વધતી જ જવાની છે. તમારે લખવું હોય તો લખી રાખો ગુરુદેવ વેધશાળની આગાહી છે કે, દસ વર્ષની અંદર એક લાખથી વધુ ઉપગ્રહ આકાશમાં ફરતા હશે.
નષ્ટ થઇ શકે છે પૃથ્વી
આ ગુરુદેવે જણાવ્યું છે કે આ તો હજુ શરૂઆત છે. હવે સૌરચક્ર ચરમસીમા પર જશે. એક સમયે ઇ.સ. 2024-2025માં એવો આવશે કે સૂર્ય પર ફક્ત કલંક દેખાતા હશે. એ ગાળામાં 50થી 60 હજાર ઉપગ્રહો લોન્ચ થઇ ચુક્યા હશે. આ આંધળી દોડ માનવી માટે આકાશમાંથી મૃત્યુ વરસાવશે. તમે વિચારો કે એક વ્યક્તિ ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભો છે અને બીજા કે ત્રીજા માળથી એક નાનકડો પ્યાલો પણ એના માથા પર પડે છે,
તો પણ તેની કેવી હાલત થાય. તો આ તો 100, 200 કે 500 કિલો વજનના ટૂકડાઓ, જેમાં કેમિકલ અને ઝેરી કચરો રહેલો હોય તે ઉપરથી સળગતો પડે તો જ્યાં પડે ત્યાં સવારે કાંતો વ્યક્તિ ઉઠી ન શકે. ગામના ગામ નષ્ટ થઇ જાય અને ભૂકંપ થયો હોય એવી પરિસ્થિતિ સર્જાય.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…