આપઘાતની ઘટનાઓમાં દિન-પ્રતિદિન સતત વધારો થતો જઈ રહ્યો છે. ઘરકંકાસથી કંટાળીને અથવા તો અન્ય કોઈ અગમ્ય કારણોસર કેટલાક લોકો આપઘાતનું પગલું ભરી લેતા હોય છે ત્યારે આવી જ અન્ય એક ઘટના રાજ્યના અમદાવાદ જીલ્લામાંથી સામે આવી છે.
બાવળા તાલુકામાં આવેલ ભાયલા ગામમાં નવાપરામાં ઘરે જ બાપ-દીકરાએ કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની દવા ખાઈ લીધી હતી કે, જેને લીધે તેઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં સૌપ્રથમ બાવળા CHC ખાતે તેમજ ત્યાંથી આગળની સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પીટલ અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
જ્યાં સારવાર દરમ્યાન ફક્ત 20 મીનીટનાં અંતરે જ બંને પિતા-પુત્રનાં મોત થતાં કેરાળા પોલીસ મથકમાં હાલમાં એ.ડી.દાખલ કરીને લાશોનું પોસ્ટમોર્ટમ કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને વિગતે જોઈએ તો બાવળા તાલુકામાં આવેલ ભાયલા ગામનાં નવાપુરામાં રહેતાં મહેન્દ્રભાઇ ઉર્ફે રામેશ્વર અંબારામભાઇ ચોહાણે કેરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તેઓએ 22 તારીખની રાત્રે 9:30 વાગે અમે ઘરનાં સભ્યો ઘરે હાજર હતાં ત્યારે ઘરની બહાર ફળીયામાં મારા પિતા અંબારામભાઇ મથુરભાઇ ચૌહાણ તેમજ મારા મોટાભાઇ લલીતભાઇ અંબારામભાઇ ચૌહાણ ઉલટી કરવા લાગ્યા હતાં. જેને લીધે મેં તેઓને પૂછયું હતું કે, શું થયું તો બંનેએ કહ્યું હતું કે, અમે ઘઉંમાં નાખવાની દવા સેલફોસની ગોળી ખાધી છે.
જેને લીધે તેઓને દવા પીવાનું કારણ પૂછતાં તેમણે કાંઇ જણાવ્યું ન હતું. જેને લીધે મેં તરત જ એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવાને ફોન કરતાં તરત જ 108 આવી પહોંચી હતી તેમજ બંનેને બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતાં.
પ્રાથમિક સારવાર આપીને આગળની સારવાર અર્થે અમદાવાદની સોલા સીવીલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાત્રે 1:05 વાગે લલીતભાઈનું તેમજ 1:25 વાગે અંબારામભાઇનું મોત થયુ હતું. જેને લીધે કેરાળા પોલીસ મથકનાં કોન્સ્ટેબલે ગુનો દાખલ કરીને ક્યાં કારણસર દવા પીધી તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…