ખેતરમાં વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતને બળદે ઢીંક મારતા કરુણ મોત – ‘ઓમ શાંતિ’

292
Published on: 6:22 pm, Tue, 28 June 22

આજકાલ ખેડૂતોએ મેઘરાજાના આગમન બાદ પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. અમુક ખેડૂતોને વીજળી પડવાના કારણે પશુઓના મોત થયા છે. તો અમુક ખેડૂતોના ખેતરમાં ભરોડા પડ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ ગંભીર બની રહી છે. ત્યારે ગોંડલ તાલુકાના વાછરા ગામે વાવણીની તૈયારી કરી રહેલ ખેડૂતને બળદે ઢીંક મારતા ખેડૂત ઘવાયો હતો. અને સારવાર માટે હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ગામમાં શોકનું મોજું ફરી વળ્યું:
મળતી માહિતી અનુસાર, ગોંડલના વાછર ગામે રહેતા ઘરના આધારસ્તંભ સમાન યુવાન અરવિંદભાઈ વાઘજીભાઈ વસાણી (42) મગફળી વાવણીની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે બળદને ખેતરમાં જોતરવા માટે જતા અચાનક એક બળદે તેમને ઢીંક મારી હતી. જેથી અરવિંદભાઈ નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઘવાયા હતા.  તેથી તેમને સારવાર અર્થે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોચે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

ખેડૂત પરિવારનો આધારસ્તંભ સમાન હતા:
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અરવિંદભાઈ બળદને ખેતરમાં જોતરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે તેઓને ખાસ્સી વાર લાગતા પરિવારજનોએ તપાસ હાથ ધરતા તેઓ ખેતરમાં ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. તેથી ગોંડલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યું હતું કે, અરવિંદભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેમજ બે ભાઈઓના પરિવારમાં તેઓ મોટા હતા અને આધારસ્તંભ સમાન હતા. હાલ તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…