ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે 4 વીઘા જમીન માંથી કરી ૩.૫૦ લાખની મબલખ આવક- જુઓ વિડીયો

139
Published on: 11:50 am, Sun, 1 August 21

દેશના ખેડૂતો અનેકવિધ પાકોની ખેતી કરતા થયા છે. અનેકવિધ પાકોની ખેતી માટે ગુજરાત સમગ્ર દેશમાં ખૂબ જાણીતું બન્યું છે.થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા ડ્રેગન ફ્રૂટને ‘કમલમ્’ ફ્રૂટ નામ આપવામાં આવ્યું હતું. કમળ જેવું દેખાતું તેમજ કાંટાળું કેકટસ જાતનું ડ્રેગન ફ્રૂટ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ ફળ હોવાનું માનવામાં આવે છે.

સમગ્ર રાજ્યમાં આ ફ્રૂટની ખેતીમાં પણ ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. પરંપરાગત ખેતી કરતાં ખૂબ ઓછા પાણીએ બમણી આવક આપતા ડ્રેગન ફ્રૂટની ખેતી ભાવનગર જિલ્લામાં આવેલ વાવડી ગામના રમેશભાઈ મકવાણા નામના ખેડૂત કરી રહ્યાં છે.

ફકત 4 વિઘા જમીનમાં રમેશભાઈએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વર્ષે 3.5 લાખ રૂપિયાની આવક ઉભી કરી બતાવી છે.ડ્રેગન ફ્રૂટનો ચ્યવનપ્રાશ તથા અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ કરવામાં આવેછે. જેથી એનું માર્કેટ પણ મોટા પ્રમાણમાં ઉભું થયું છે.

જામનગરથી લાવ્યા રોપા:
રમેશભાઈ ડ્રેગન ફ્રૂટના રોપાઓ જામનગરથી લઈને આવ્યા હતાં. ડ્રેગન્ ફ્રૂટના એક રોપાની કિંમત માત્ર 48 રૂપિયા છે. હાલમાં આ ડ્રેગન ફ્રૂટ વાવેતરના 1 વર્ષ બાદ થાય છે. વિઘા દીઠ રૂપિયા 1.10 લાખનો ખર્ચ થાય છે. જ્યારે 4 વિઘામાં કુલ 4.40 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

ડ્રેગન ફ્રૂટને દર 7 દિવસે પાણી આપવાનું હોય છે. આ ફ્રૂટની સાથેની તેની અંદર પપૈયા તથા માલબાર લીમડા (નીમ) ના ઝાડ અને ડુંગળીનું વાવેતર પહેલા કરવામાં આવ્યું હતું. રમેશભાઈ જણાવે છે કે, આ ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ થાય છે પણ લાંબા ગાળે આવક સારી એવી મળી રહે છે.

740 પોલ ઉભા કરી ડ્રેગનની ખેતી કરી:
ભાવનગર જિલ્લામાં આવેલ વાવડી ગામના પ્રગતિશિલ ખેડૂત રમેશભાઈ મકવાણાએ સોશિયલ મીડિયાની મદદથી ક્મલમ ફ્રૂટની ખેતી કરી છે. એમણે પોતાની 4 વિઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. જેમાં હાલમાં કુલ 740 પોલ ઉભા કરવામાં આવ્યા છે. દરેક પોલ ઉપર ગેલ્વેનાઇઝની રિંગ તેમજ તે રિંગ ઉપર ટાયર લગાવવામાં આવ્યા છે.

જ્યારે બે રોપા વચ્ચેનું અંતર 7 ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે. જેથી 700 રોપાઓ વાવેતર થાય છે. ગુજરાત બહાર પણ વેચાણ થાય છે આ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં જમીનમાં રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. ઉત્પાદનની વાત કરવામાં આવે તો 4 વિઘામાં એક સિઝનમાં કુલ 3600 કિલોનું ઉત્પાદન મળી રહે છે.

જયારે કિંમતની દૃષ્ટિએ જોઈએ તો ચાલુ સીઝનમાં 150 રૂપિયાથી માંડીને 250 રૂપિયા સુધીના ભાવો આવે તેમજ ઓફ સિઝનમાં તેના ભાવ 250થી 300 જેટલો આવે છે. જે 4 લાખ રૂપિયાનું ફક્ત 4 મહિનામાં જ કમાણી થઈ શકે છે. ગુજરાત બહાર ઓર્ડર ઉપર અહીંથી જ પેકિંગ કરીને આ ફળ મોકલવામાં આવે છે.

ત્રણ કલરના ફ્રૂટનું ઉત્પાદન થાય છે:
રમેશભાઈ જણાવે છે કે,અમારે તો છેલ્લા 2 વર્ષથી ભાવનગર જિલ્લામાં ખૂબ સારું એવું વાવેતર થઇ રહ્યું છે. જેમાં ભાવનગરમાં આવેલ અવણીયા, તળાજા, દિહોર, ત્રાપજ, સિહોર અને પાલીતાણા વિસ્તારમાં ડ્રેગન ફુટની ખેતી કરવામાં આવે છે.

તેની ખેતીમાં 3 જાતના ડ્રેગન ફ્રૂટ રહેલા છે કે, જેમાં પિંક, રેડ અને વાઇટની જાતનો સમાવેશ થાય છે. એક વખત 4.40 લાખ રૂપિયાનું રોકાણ, 1 વર્ષ બાદ ફળ આવે તેમજ 25 વર્ષ સુધી ખેતી શક્ય બને છે. છેલ્લા 2 વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા રમેશભાઈ મકવાણા જણાવે છે કે,અતિસુંદર તેમજ આકર્ષક દેખાતું તથા જોઈને જ ખાવાનું મન તગએ જાય એવું આ ડ્રેગન ફ્રૂટ છે.

ડ્રેગન ફ્રૂટનું મહત્વ ખોરાકમાં ખુબ જ અનોખું રહેલું છે. લોહીના ટકામાં વધારો થાય છે. એક પ્રકારની શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો થાય છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. જે લોકોને લોહીની ટકાવારી ઓછી હોય તો તેઓની માટે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ઉપયોગી બની શકે છે.