રણ જેવી બંજર જમીનમાં અંજીરની ખેતી કરીને આ પટેલ ખેડૂતભાઈએ સર્જયો વિક્રમ- કરી મબલખ કમાણી

Published on: 9:48 am, Wed, 1 September 21

દેશના પ્રગતીશીલ ખેડૂતો હાલમાં અનેકવિધ નવીનત્તમ પાકોની ખેતી કરતા થયા છે ત્યારે હાલમાં આવા જ અન્ય એક ખેડૂતભાઈની કહાની સામે આવી છે. રણની ખારી તથા બંજર જમીનમાં લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી પરિકલ્પના છે ત્યારે પાટડી તાલુકામાં આવેલ વણોદ ગામના પ્રગતિશીલ ખેડૂતે દોઢ વર્ષ અગાઉ ફક્ત 1 એકર જમીનમાં અંજીરનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વણોદના પ્રગતિશીલ ખેડૂતે રણની બંજર જમીનમાં અંજીરની ખેતી કરીને એક લાખની આવક મેળવીને તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યો છે. સામાન્ય રીતે રણકાંઠાની ખારાશવાળી તથા બંજર જમીનમાં મોટાભાગના ખેડૂતો કપાસ, એરંડા તેમજ જીરાના જ વાવેતરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આમ પણ રણની ખારી તેમજ બંજર જમીનમાં અન્ય પાક અથવા તો લીલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી પરિકલ્પના છે. પાટડી તાલુકામાં આવેલ વણોદ ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઇ પટેલે દોઢ વર્ષ અગાઉ અંદાજે 1 એકરમાં અંજીરનું વાવેતર કરવામાં આવ્યું હતું.

વણોદના પ્રગતિશીલ ખેડૂતે રણની બંજર જમીનમાં અંજીરની ખેતી કરીને 1 લાખ રૂપિયાની આવક મેળવીને તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધી છે. આ વિશે ખેતીવાડી અધિકારી બી.એ.પટેલ સહિતના અધિકારીએ દસાડા તાલુકામાં આવેલ જૈનાબાદ ગામમાં આત્મા અંતર્ગત કૃષિ ગોષ્ટીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દસાડા તાલુકામાં અકવેલ વણોદ ગામમાં પ્રગતિશીલ ખેડૂત એવા મહેશભાઈ પટેલના ખેતરમાં વાવવામાં આવેલ નવીન આશાસ્પદ અંજીર પાકની અને સંજયભાઈ પટેલના લીંબુ પાકની ફીલ્ડ વિઝિટ કરીને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે ખેતીવાડી અધિકારી બી.એ.પટેલ જણાવે છે કે, આ વિસ્તારમાં અંજીરનો પાક ખુબ સારી રીતે થાય તેવા સંજોગો છે.

એક લાખથી વધારેના ટીશ્યૂકલ્ચર માટે અહીથી લેબોરેટરીને માતૃ સ્ટોક પૂરો પાડ્યો એની માટે સમગ્ર જિલ્લામાં નવો પાક દાખલ કરવા બદલ વણોદના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલની સરાહના કરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એમણે દોઢ વર્ષ અગાઉ અંજીરનું વાવેતર કરવામાં આવ્યું હતુ કે, જેમાંથી ગત વર્ષે લાખ રૂપિયાની ઉપજ મેળવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…