શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે એક વર્ષ પહેલા પાણીમાં તણાઈ ગયેલી વસ્તુ પછી આવી હોય? આવી એક ઘટના હળવદના રણછોડગઢ ગામમાં બની છે. લગભગ એક વર્ષ પહેલાં રણછોડગઢ ગામમાં પૂર આવ્યું હતું. આ પુરના પ્રવાહમાં તણાઈ ગયેલ નાણાં ભરેલ ડબ્બો આજે માલધારીઓને મળતા મૂળમાલિકને પરત કર્યો હતો. એક વર્ષ પહેલા ડબ્બો પરત મળવાની આશા છોડી દેનાર મૂળમાલિક પણ ડબ્બો મેળવી આશ્ચર્યમાં મૂકાયા હતા.
જાણો સમગ્ર ઘટના
પરસેવાની હક્કની કમાણી ક્યારેય ફોગટ નથી જતી. આવા જ એક અનોખા કિસ્સામાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે સામે આવ્યો છે. ગત વર્ષે ભારે વરસાદમાં ઝુંપડા સહિતની ઘરવખરી સાથે જમીનમાં દાટેલા રૂપિયા ભરેલો ડબ્બો પણ તણાઈ ગયા બાદ આજે એક વર્ષ બાદ આ ડબ્બો રણછોડગઢ નજીકના સરંભડા ગામના માલધારી યુવાનોને મળતા ખરાઈ કરી,
મૂળ માલિકને પરત સોંપ્યો હતો.આ કિસ્સા અંગે જાણવા મળતી વિગતો મુજબ, ગત વર્ષે ભારે વરસાદ પડતા હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા મુન્નાભાઈ જહાભાઈ ઠાકોરની વાડીએ ઝુંપડા સહિતની ઘરવખરી તણાઈ ગઈ હતી આ સાથે જ તેમને ઘર પાસે દાટેલો રૂપિયા ભરેલો ડબ્બો પણ પાણીમાં તણાઈ ગયો હતો.
એક વર્ષ પહેલાં ખેડૂતનો વરસાદમાં તણાઈ ગયેલો પૈસા ભરેલો ડબ્બો હવે ત્રણ કિલોમિટર દૂર માલાધારીને મળી આવ્યો છે. જે માલધારીને ડબ્બો મળ્યો હતો તેણે મૂળ માલિક ખેડૂતને શોધીને પરત કર્યો હતો. ડબ્બામાં 22 હજાર રૂપિયા ભરેલા હતા. આ મરણમૂડી ખેડૂતે ઘર બનાવવા માટે ભેગા કરી હતી. ડબ્બામાં નોટો એમની એમ પડી હતી. ડબ્બાના માલિકે માલધારીને બક્ષિસ તરીકે 2 હજાર રૂપિયા આપ્યા હતા, પરંતુ માલધારી યુવકે તેને નકારીને પોતાની દિલદારીનાં દર્શન કરાવ્યા હતા.
આ ઘટના અંગે મુન્નાભાઈએ આજુબાજુના ગામના લોકોને પણ જાણ કરી હતી. એક વર્ષ પહેલા પાણીમાં તણાઈ ગયેલો રૂપિયા ભરેલો ડબ્બો સરંભડા ગામના તળાવ નજીક તણાઈને આવી પડ્યો હતો. આજે સવારે માલધારીઓ પોતાના માલઢોર લઈને સીમમાં ચરાવવા જતા આ ડબ્બો નજરે પડતા ડબ્બો ખોલતા અંદરથી 22,000 રૂપિયા મળી આવ્યા હતા. માલધારીઓએ ખરાઈ કરી મૂળ માલિકને ડબ્બો પરત કર્યો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…