
દેશના ખેડૂતો પ્રગતી કરી રહ્યા છે ત્યારે હાલમાં આવા જ એક પ્રગતીશીલ ખેડૂતોને લઈ જાણકારી સામે આવી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હાલમાં આસમાને પહોંચ્યા છે ત્યારે મોંઘવારીમાં ટ્રેક્ટર જેવા આધુનિક સાધનોથી ખેતી કરવું ખૂબ અઘરું બન્યું છે.
મોંઘવારીનો માર સહન કરી રહેલ દેવભૂમિ દ્વારકાના ખેડૂતો ડીઝલનો ખર્ચમાં બચત કરવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂતના આ નવતર પ્રયોગ બાજુ બધા લોકોનું ધ્યાન આકર્ષિત થયું છે. ટ્રેક્ટરથી જ્યાં 1 કલાક ખેતી કરવા માટે 500 રૂપિયા ખર્ચ થાય છે.
આ ખેડૂતના પ્રયોગથી કલાકમાં માત્ર 50-100 રૂપિયમાં ખેતી કરી શકાય છે. અહીં એક ખેડૂતે પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવોની સામે ખેતી માટે એક નવી પદ્ધતિ અપનાવીને ખર્ચમાં બચત કરવામાં આવી છે. અહીં ખેડૂતે મારુતિ કારમાં ગેસની મદદની ખેતીની શરૂઆત કરી છે.
મારુતિમાં ગેસ પુરાવીને આ ખેડૂત હાલમાં ખેતી કરી રહ્યો છે. જેને લઈ ખેડૂતને થતા ખર્ચમાં ઘટાડો થયો છે. ટ્રેક્ટરથી ખેતી કરવા માટે કલાકના 600 રૂપિયા ખર્ચ કરવા પડે છે. તેની સામે મારુતિમાં ગેસના પ્રયોગથી ખેતીમાં ફક્ત 50 રૂપિયા જેટલો નહિવત ખર્ચ આવતો હોવાનો ખેડૂતનો દાવો છે.
આ રીતે ડીઝલના ખર્ચમાં મોટી બચત થતા ખેડૂતને ખુબ લાભ મળશે. ખેડૂતને વાવણી સમયે દિવસના 8 કલાક કામ કરવું હોય તો તેનો ટ્રેક્ટરનો ખર્ચ કુલ 5,000 રૂપિયા જેટલો આવે છે. જ્યારે આ મારુતિમાં ગેસ પુરાવીને 8 કલાકના કામનો ખર્ચ ફક્ત 400 રૂપિયા જ થાય છે.
જેથી ખેડૂત દિવસમાં સીધો 4,000 રૂપિયા જેટલી બચત કરી શકે છે. હાલમાં તો ખેડૂતે અપનાવેલ આ કીમિયો ખૂબ કારગત નીવડ્યો છે. ખેડૂતનો આ નવતર પ્રયોગ હાલમાં આજુબાજુના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આની સાથે જ આ નવતર પ્રયોગ સરકાર માટે પણ વિચારવા જેવો છે.
પેટ્રોલ ડીઝલના સતત વધતા હતા ભાવવધારાથી ખેડૂતોને કેટલો માર પડી રહ્યો છે. આ મામલે ખેડૂત પ્રવીણ કરમુર તથા લખમણ કરમુરે કહ્યું હતું કે, “અમારા બાપ-દાદા ખેતી કરતા હતા. હવે અમે પણ ખેતી કરીએ છીએ. ટ્રેક્ટરમાં કલાકમાં ફક્ત 600 રૂપિયાનો ખર્ચ થાય છે.
જ્યારે આ કારમાં ફક્ત 100 રૂપિયાનો ખર્ચ આવે તેવો અંદાજ રહેલો છે. જેથી અમે અમારી પાસે રહેલ જૂની કારનો ઉપયોગ કર્યો તેમજ ખુબ પરિણામ પણ સારું મળ્યું છે. અમે વિચાર કર્યો હતો કે, ખેતીકામ માટે કાર ચાલે કે નહીં? જે બાદમાં અમે તેનો ઉપયોગ કર્યો હતો. અમારો આ અખતરો સફળ રહ્યો છે.”