આ અમદાવાદી પરિવારમાં દરેક સભ્યો અંધ હોવા છતાં આજે એવું જીવન જીવે છે કે, જોઇને આંખો ભીની થઇ જશે

414
Published on: 11:21 am, Sat, 25 December 21

આજે અમે તમને અમદાવાદના એક એવા જ પરિવાર વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની પરિસ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કિલ છે. આ આખો પરિવાર જન્મથી જ અંધ છે આ પરિવારમાં કોઈપણ સભ્યને આંખથી દેખાતું નથી. તો પણ સ્વાભિમાનથી પોતાનું જીવન જીવે છે. જાણવા મળ્યું છે કે, આ આખો પરિવાર અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહે છે.

આ દંપતીનું નામ મહેશભાઈ દરજી અને સુરેખાબેન દરજી છે. બને જન્મથી જ અંધ છે. તેમનો એક દીકરો છે. તે પોતાની આંખોથી અમુક ટકા જ જોઈ શકે છે. મહેશભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે 5500 રૂપિયામાં એક લિપમેન તરીકે નોકરી કરે છે.

જણાવી દઈએ કે, મહેશભાઈ પોતે પોતાના પગારમાંથી પોતાના આખા પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પરિવાર પર દયા ખાઈને આજુ બાજુ રહેતા લોકો કે કોઈ સંસ્થા દ્વારા તેમને મદદ મળી જાય છે. મહેશભાઈ થોડું પગાર અને થોડી લોકોની મદદથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત, તેમનો દીકરો પણ કોલેજમાં ભણે છે.

દીકરાને પોતાની આંખોથી ઓછું દેખાવા છતાં પોતાના પરિવારનો સહારો બનવા માટે આજે અભ્યાસ કરી રહ્યો છે. તેને પણ પોતાના માતા પિતાને આ ગરીબીમાંથી બહાર કાઢવા છે. આટલી તકલીફો હોવા છતાં પણ આજે મહેશભાઈ અને તેમની પત્ની ખુબ જ ખુશીથી તેમનો ઘર સંસાર ચલાવી રહયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…