
સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે ભયસમાન લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારી ઝડપ થી વધી રહી છે. ઉંદરના મળ મૂત્ર મારફતે ફેલાયેલા આ રોગને અટકાવવા નવસારી જીલ્લાનું આરોગ્ય તંત્ર કામ કરવા લાગ્યું છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન ખેત મજુરો ઉપર લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારીનો ખતરો થોડા દિવસોમાં વધ્યો હતો. સરકાર દ્વારા આ રોગના નિયંત્રણ માટે મોટી ઝુંબેશ હાથ ધરી છે.
જેને પગલે નવસારી જીલ્લામાં વર્ષ 2020માં એક પણ લેપ્ટોસ્પાયરોસિસનો દર્દી નોંધાયો નહતો. સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ સમયસર આ બિમારી નિયંત્રણ માટેના પગલા લેવામાં આવે અને ઉંદર મારવાની દવાનું વિતરણ વહેલી તકે કરવામાં આવે તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ રોગથી બચી શકીશું.
લેપ્ટોસ્પાયરોસિસ બીમારીનો શિકાર શરુઆતના સમયમાં ઘણા ખેડૂતો થતા હતા પરંતુ સરકાર દ્વારા લેવાયેલ તકેદારીને કારણે છેલ્લા 4 વર્ષમાં નવસારી જીલ્લામાં 45 કેસ અને 3 લોકોના મોત થયા છે. આ બીમારીને અટકાવવા જૂનથી ઓક્ટોબર સુધી ફિલ્ડ લેવલના આરોગ્ય કર્મચારીઓ કામ કરે છે.
ચોમાસા ઋતુમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં લેપ્ટોસ્પાઇરોસિસ નામનો રોગ ખાસ કરીને ખેત મજૂરોમાં એટલે શેરડી અને ડાંગરના ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં વધારે જોવા મળે છે. શરૂઆતના સમયમાં આ રોગના ઘણા કેસો સામે આવતા હતા પરંતુ દિવસેને દિવસે તેની સંખ્યા માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આવનાર સમયમાં આ રોગના કેસો ન આવે તે માટે સરકારે આયોજન તો કરી દીધું છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ વહેલી તકે તકેદારીના ભાગ રૂપે પગલા લેવામાં આવે તો નવસારી જિલ્લાને અને ગુજરાતના બીજા ગામો ને આ બીમારીમાંથી બચાવી શકાય છે.