ગોંડલમાં કુંઢી ગાયનું મૃત્યુ થતા પરિવારના સદસ્યની જેમ જ અશ્રુધારી આંખે આપી અંતિમ વિદાય

232
Published on: 12:23 pm, Sun, 28 November 21

ભારતમાં ગાયને માતા માનીને લોકો તેમની પૂજા કરે છે. દેશમાં કેટલા એવા લોકો છે જેઓ પોતે ગાયનું પોતાના પરિવારના સભ્યની જેમ જ ધ્યાન રાખે છે. હાલ આવો જ એક પશુ પ્રેમ ધરાવતાં પરિવારની ઘટના સામે આવી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલમાં લક્ષ્મી ગીર ગૌશાળામાં કુંઢી ગાયનું મૃત્યુ થયું હતું. ગૌ શાળાના સંચાલકોએ પોતાના પરિવારના જ સદસ્યનું મૃત્યુ થયું હોય એવી જ રીતે ગૌમાતાની સ્મશાન યાત્રા કાઢી હતી અને સમાધિ અપાવી હતી. તસવીરોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે ગૌસેવકોની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. સંચાલક એ જણાવતાં કહ્યું હતું કે, કુંઢી ગાયના મૃત્યુથી ગૌશાળા એ પરિવારનો જ એક પરિજન ગુમાવ્યો છે અને અમે દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ.

મળતી માહિતી અનુસાર આ ગૌશાળા નું સંચાલન જીગ્નેશભાઈ રૈયાણી કરી રહ્યા છે. આ ગૌશાળા ની લાડકી એવી કુંઢી ગાયના મૃત્યુથી સંચાલકોના માથે દુઃખના વાદળો છવાયા હતા. કુંઢી ગાયના મૃત્યુ બાદ સંચાલકોએ ગૌમાતાને સોળ શણગારથી સજાવવામાં આવી હતી અને વાજતે ગાજતે સમશાન યાત્રા પણ કાઢી હતી. નાગડકા રોડ પર આવેલ અન્ય ગૌશાળાની જગ્યામાં કુંઢી ગાયને સમાધિ આપી હતી. ખરેખર આ પશુ પ્રેમ ને જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ છે.

ગૌ શાળાના સંચાલક જીગ્નેશ રૈયાણીએ જણાવતાં કહ્યું હતું કે, આ કુંઢી ગાય માત્ર ગૌશાળાની જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના પશુપાલકોની ખુબ લાડકી હતી. દૂધ હરીફાઈ હોય કે તરણેતરના મેળાની હરીફાઈ, આ ગાયએ હંમેશા ઇનામો જીત્યા હતા. આ કુંઢી ગાય સૌથી અનોખી હતી અને તેના સંતાનોના સાત બચ્ચાઓ પણ છે અને જેને ઊંચી કોટિમાં માનવામાં આવી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…