
સમગ્ર રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હજુ એક જીવલેણ અકસ્માતની ઘટના પાટણ જિલ્લામાં આવેલ શંખેશ્વરમાંથી સામે આવી છે કે, જેમાં એક કાર નદીના પુલની રેલિંગ સાથે ધડાકાભેર અથડાતા ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો ગતો.
આ સમયે કારમાં કુલ 10 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે તેમજ 2 લોકોના ઘટનાસ્થળે ગંભીર ઇજાને લીધે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસે ઘટનાસ્થળની તપાસ પછી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને તપાસ શરૂ કરવામાં આવી છે. એકસાથે 10 લોકો સૌરાષ્ટ્રની જાત્રા કરવા માટે ગયા નીકળ્યા ત્યારે સૌરાષ્ટ્રથી ઇકો કારમાં ભાભર બાજુ જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત નડયો હતો.
મોડી રાત્રે કાર પાટણ જિલ્લાના શંખેશ્વરમાં રૂપેણ નદીના પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા કાર બેકાબુ થતા કાર સીધી નદી પર બનાવેલ ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. કારની ગતિ એટલી હતી કે, નદીના પુલ પર બનાવેલું ઈંટનું ડિવાઈડર પણ તૂટી ગયું હતું.
આ ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળ પર જ દર્દનાક મોત થયા હતા તેમજ અન્ય લોકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પહોંચી ગઈ હતી તથા સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને લઇ સ્થાનિકોનું જણાવવું છે કે, નદી પર બનાવેલ પુલ સાંકડો હોવાથી રાત્રીના સમયે પૂરપાટ આવતા વાહનો માટે ગતિ મર્યાદા રાખવી તે ખૂબ જરૂરી છે. સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું હતું કે આ પુલ સાંકડો હોવાને લીધે ત્યાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…