જસદણ ભજનમાં જતા ચાર મિત્રોને નડ્યો ગંભીર અકસ્માત- કાર ખેતરમાં ગોથા મારી જતા એકનો એક દીકરો મોતને ભેટ્યો

140
Published on: 6:15 pm, Tue, 19 October 21

માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે જેને કારણે કેટ-કેટલાય પરિવારો મોભી સભ્યનું નિધન થતા બેઘર બનતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર જસદણમાં આવેલ વીરનગર ગામ નજીક ગત મધરાતે કાર પલટી મારીને એકસાથે 4 ગોથાં ખાઈને ખેતરમાં જઈને પડી હતી.

જસદણ ભજનમાં જઈ રહેલ 4 મિત્રોમાંથી એકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતથી રાત્રે આટકોટ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી તેમજ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણની હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી મારી ગઈ:
મળી રહેલ જાણકારી પ્રમાણે રાજકોટ-ભાવનગર હાઈવે પર વીરનગર ગામ નજીક ગોળાઇમાં રાત્રે 2 વાગ્યાનાં સુમારે ટાટા નેક્સોન કારના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ પર ચાર ગોથાં ખાઈ ગઈ હોવાથી પાસેના ખેતરમાં ફંગોળાઈને પડી ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર મહેક ભાવેશભાઈ મકવાણાનું ઘટનાસ્થળ પર જ દર્દનાક મોત થયું હતું. જ્યારે પાર્થ રાજનાથસિંહ, હરદીપસિંહ તથા ધ્રુવરાજસિંહને ગંભીર ઈજા પહોંચતાં જસદણની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મહેક તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હતો:
ગંભીર ઇજા પહોંચતા ત્રણેય લોકોને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પર 108ની દોડી ગઈ હતી તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહેક તેના પરિવારનો એકનો એક દીકરો હતો. તેના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

આ ચારેય મિત્રો જસદણ ભજનમાં આવી રહ્યા હતા ત્યારે વીરનગર નજીક અકસ્માત સર્જાયો હતો. આ વિશે આટકોટ પોલીસ સ્ટેશનના PSI કે.પી. મેતા સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…