સાપુતારા જતી સુરતની ગરબા ક્લાસિસની 50 મહિલાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 2ના મોત – જુઓ અકસ્માત પહેલાના દ્રશ્યો

176
Published on: 10:59 am, Sun, 10 July 22

હાલ વરસાદના દિવસોમાં ડાંગમાં આહલાદક દ્રશ્યો સર્જાતા હોય છે. જેના કારણે ચોમાસાની ઋતુમાં ડાંગ પર્યટન સ્થળ બની જાય છે. જેમાં ઘણી વાર દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ડાંગના સાપુતારા નજીક ખાનગી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં 2 મહિલાઓના કરુણ મોત નીપજ્યા છે. આ બસમાં સુરતના શ્યામ ગરબા ક્લાસિસની 50 જેટલી મહિલાઓ સાપુતારા ટ્રીપમાં ગઈ હતી. ત્યાંથી પરત ફરતી વળતી વેળા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાના પગલે તંત્ર સહિત આસપાસના ગામના લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. તમામ ઇજાગ્રસ્તોને સામ ગહાન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગરબા ક્લાસિસમાં જતી મહિલાઓએ ટૂરનું આયોજન કર્યું હતું:
મળતી માહિતી મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાંથી શ્યામ ગરબા ક્લાસિસમાં જતી મહિલાઓ દ્વારા ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલી મહિલા મુસાફરો ખાનગી બસમાં સાપુતારા પ્રવાસે નીકળી હતી. આ દરમિયાન સાપુતારાથી પાછા ફરતી વેળાએ બસ ખીણમાં ખાબક્વાને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 મહિલાઓના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોના નામ રેશ્માબેન પ્રતાપભાઈ વાઘેલા અને સોનલબેન સ્નેહલ દાવડ હોવાનું સામે આવ્યું છે.

‘બસનું ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો’
આ ગામ્ખ્વાર અકસ્માત બસનું ટાયર ફાટવાના કારણે સર્જાયો હતો. અકસ્માતની ઘટના સામે આવતાની સાથે આસપાસ ગામના લોકોને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ કરવાની શરૂઆત કરી દીધી હતી. ડાંગ વિસ્તારમાં અકસ્માત થયો હોવાને કારણે સંપર્ક કરવામાં પણ મહિલાઓને ઘણી મુશ્કેલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં 20 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી. તમામને સાપુતારાની હોસ્પિટલમાં ખાસેવામાં આવ્યા હતા. જેમાં 3 જેટલી મહિલાની હાલત વધુ ગંભીર છે. જ્યારે કેટલાકને ફ્રેક્ચર થયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…