
રક્ષાબંધનના પવિત્ર દિવસે જ ત્રણ બહેનો ના એકના એક ભાઈએ જીવ ગુમાવતા સમગ્ર પંથક શોકમય વાદળોમાં છવાઈ ગયું હતું. ગુજરાતના સુરેન્દ્રનગરમાં ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ ના રહેવાસી મયુરભાઈ ગણેશભાઈ પટેલ અને તેમના ધર્મ પત્ની ડિમ્પલ પોતે જેતપુરમાં રહે છે. મયુરભાઈ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવી રહ્યા હતા.
12 ડિસેમ્બરના રોજ મયુર અને ડિમ્પલ ના લગ્ન થયા હતા. આજના પરમ પવિત્ર દિવસ એટલે રક્ષાબંધનના દિવસે મયુર અને તેમના પત્ની ડિમ્પલ ત્રણ બહેનો પાસે રાખડી બંધાવવા પોતાના વતન જવા નીકળ્યા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની ત્રણે બહેનો હંમેશ માટે તેમની રાહ જોતી રહેશે પરંતુ તે પહોંચી શકશે નહીં.
સફર દરમિયાન સાયલા નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર સાથે મયુર ભાઈ ની કારનો ગંભીર અકસ્માત થતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી જેને લઇને ઘટનાસ્થળે જ બંનેના કમકમાટીભર્યા મોત થયા હતા. રક્ષાબંધન પહેલા જ ત્રણ બહેનો ના એકના એક ભાઈનું મોત થતાં પરિવારજનોની સાથે સાથે સમગ્ર પંથકમાં દુઃખનો માહોલ છવાયો હતો. ઘટના અંગે સાયલા પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી છે.
27 વર્ષીય મયુરભાઈ અને ૨૪ વર્ષીય ડિમ્પલ બહેનને ક્યાં ખબર હતી કે તેમની આ સફર અહીંયા જ પૂરી થશે અને આપ આપી દુનિયાને આટલી નાની ઉંમરે જ અલવિદા કહેશે. પરિવારજનોને જાણ હતી કે બંને અંહિયા આવવા નીકળી ગયા છે, પરંતુ સમય અનુસાર ન પહોંચતા પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી હતી. ઘણા કલાકો અને ઘણા ફોન કર્યા બાદ કોઈ જવાબ ના મળતા માતા સવિતાબહેને તેમના પતિ ગણેશભાઈ ને ચિંતા વ્યક્ત કરી હતી.