જન્મતાની સાથે જ ગર્ભમાંથી હાથમાં એક વસ્તુ લઈને જન્મ્યો બાળક- હકીકત જાણી ડોકટરો પણ ભૂલી ગયા ભાન

404
Published on: 5:02 pm, Wed, 22 December 21

હાલ સોશિયલ મીડિયામાં એક બાળકની તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. કહેવાય છે કે, વ્યક્તિ ખાલી હાથે જન્મ લે છે, અને ખાલી હાથે જ મૃત્યુ પામે છે, અર્થાત ખાલી હાથે જ દુનિયામાં આવે છે અને ખાલી હાથે જ પાછો જાય છે. પરંતુ હાલ એક બાળકે જન્મ દરમ્યાન માતાના ગર્ભમાંથી એક ખાસ વસ્તુ લઈને આવ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.

મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા જ ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ બાળક જન્મતાની સાથે જ માતાના ગર્ભમાંથી હાથમાં પીળી અને કાળી દેખાતી વસ્તુ લઈને જન્મ્યું હતું. ડોક્ટરો પણ આ દ્રશ્યો જોઈને ચોંકી ઊઠયા હતા. ખરેખર બાળકના હાથમાં દેખાતી આ વસ્તુ એક ગર્ભનિરોધક સાધન છે. જેને ‘કોપરટી’ કહેવામાં આવે છે. તે ખાસ પ્લાસ્ટિક અને કોપરનું બનેલું હોય છે.

જેવી રીતે શરીરસુખ દરમ્યાન, પુરુષ પોતાના પ્રાઈવેટ પાર્ટમાં નિરોધનો ઉપયોગ કરે છે તેવી જ રીતે મહિલાઓ પણ નિરોધ તરીકે ‘કોપર ટી’ નો ઉપયોગ કરે છે. મહિલાઓ પોતાના પ્રાઇવેટ પાર્ટમાં કોપર ટી લગાવે છે જેના કારણે તે ગર્ભવતી ન થાય. આ મહિલાને પહેલેથી જ બે બાળકો છે, અને હવે વધુ બાળકો ન થાય તે માટે કોપર ટી લગાવ્યું હતું. પરંતુ આ કોઈલ બરાબર કામ ન કરતા ૩૪ વર્ષીય મહિલા ફરી એક વખત ગર્ભવતી થઈ હતી અને બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે બાળકે જન્મ લીધો ત્યારે ગર્ભમાં રહેલા આ કોપરટી ને બાળકે હાથમાં પકડી લીધું હતું. આ જ કારણ હતું કે બાળક હાથમાં અજીબો ગરીબ વસ્તુ લઈને આવ્યો.

ખરેખર બાળકે પકડેલી આ વસ્તુ માતાના ગર્ભમાં પહેલેથી જ રહેલી હતી. પ્રસ્તુતિ કરાવનાર ડોક્ટરે જણાવતા કહ્યું કે, જ્યારે આ બાળક જન્મ લીધો ત્યારે આ બાળકના હાથમાં ગર્ભનિરોધક કોઈલ હતી. અમુક કારણોસર આ કોઈલ તેની જગ્યાએથી ખસી ગઈ હતી જેના કારણે બાળક તેની સાથે જન્મ્યો હતો. સોશિયલ મીડિયામાં આ ઘટના વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. લોકો આ ઘટના વાંચી ભાતભાતની કોમેન્ટ કરી રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…