70 વર્ષની વૃદ્ધ મહિલાએ આપ્યો બાળકને જન્મ

0
32
Published on: 2:22 pm, Fri, 15 October 21

માતા બનવાની ખુશી કંઈક અલગ જ હોય છે. માતૃત્વ ધારણ કરવાની કોઈ ઉંમર હોતી નથી. જે મહિલા માતા બની શક્તી નથી તેઓ મેડિકલ સાયન્સની મદદ લઈને માતૃત્વ ધારણ કરતી હોય છે પણ એક કચ્છી મહિલાએ કે, જે હિંમત બતાવી છે તે ખરેખર ખુબ કાબિલેદાદ છે. કચ્છમાં આવેલ રાપના મોરા ગામના જીતુબેન રબારીએ ઊંમરના 70 મા વર્ષે માતૃત્વ મેળવ્યુ છે.

રાપર તાલુકામાં આવેલ મોરા ગામનાં 70 વર્ષીય જીવુબેન રબારીએ લગ્નનાં 45 વર્ષ પછી ટેસ્ટટ્યૂબ મારફતે બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન તથા તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા 4 દાયકા કરતા પણ વધારે સમયથી સંતાન માટે ઝંખતાં હતાં.

ભૂજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને IVF ની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. જેનાં મારફતે આખરે માતા બનવાની તેમની મનોકામના પૂર્ણ થઈ છે. પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ તેમજ ડોક્ટરનો આભાર માન્યો હતો. શેર માટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ ‘લાલો’ રાખ્યું હતું.

આ અંગે ડો.નરેશ ભાનુશાળી જણાવતા કહે છે કે, અમારી મેડિકલ ટીમની મહેનત આખરે રંગ લાવી છે. વૃદ્ધ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય એવી ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે ત્યારે આ ઘટના ગુજરાતમાં જોવા મળી ઈ ખુબ નસીબની વાત છે.

IVF સારવાર શું છે?
IVF સારવાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ગર્ભાધાન કરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં મહિલાનાં અંડ તથા પુરુષના શુક્રાણુને લેબોરેટરીમાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. બાદમાં ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડી દેવામાં આવે છે.

IVF તથા સરોગસી એકબીજાથી જુદાં છે?
નિષ્ણાતના મત પ્રમાણે, IVF તથા સરોગસી બંને ખાસ્સાં અલગ છે. IVFમાં ગર્ભાધાન લેબમાં કરાય છે, બાદમાં એને માતાના ગર્ભાશયમાં ખસેડી લેવામાં આવે છે. સરોગસીમાં લેબમાં કૃત્રિમ પદ્ધતિથી તૈયાર થયેલ ગર્ભને કોઈ અન્ય મહિલાના ગર્ભાશયમાં ખસેડી લેવામાં આવે છે. જો કે, આમાં શુક્રાણુ તથા અંડ બંને માતા-પિતાનાં જ હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…