પિતાની 60 વર્ષ જૂની પાસબુકે ચમકાવ્યું દીકરાનું નસીબ, રાતોરાત બની ગયો કરોડપતિ

Published on: 5:58 pm, Wed, 25 May 22

હાલમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુત્રને સ્વ પિતાની 60 વર્ષ જુની બેંક પાસબૂક મળી જેનાથી ભાગ્ય બદલાઇ ગયું છે. વાત એમ છે કે, એકઝેકિવલ હિનોજોસા નામના યુવકના પિતાએ 1970માં ઘર ખરીદવા માટે બચત કરવાનું શરૂ કર્યું. સ્થાનિક ચલણમાં આ રકમ 140,000 પસો હતી. આ રકમ આજના હિસાબે 163 ડોલર એટલે કે ભારતીય ચલણમાં 12684 રુપિયા થાય છે. આ રકમ નિષ્ક્રીય થઇ ગયેલી ક્રેડિટ યૂનિયનની બેંકમાં પડી હતી.

જણાવી દઈએ કે, એકઝેકિવલ હિનોજોસા નામના આ યુવાનના પિતાના મુત્યુ પછી દાયકાઓ સુધી એક ડબ્બામાં તેની વસ્તુઓ બંધ હતી. હિનાજોસાને તેના પિતાની જુની વસ્તુઓ ખોલતા પાસબુક મળી આવી હતી એટલું જ નહી સ્ટેટ ગારંટેડ લખેલું એક એનોટેશન પણ હતું.

વ્યાજ દર અને ચલણની વર્તમાન સ્થિતિ સાથે મિલાવતા 140000 પસોનું મૂલ્ય ભારતીય ચલણમાં રુપિયામાં 9.33 કરોડ રકમ થતી હતી. આ સમગ્ર મામલો હિનોજોસા માટે આશ્ચર્યજનક બની ગયો હતો. હિનોજોસાની દલીલ હતી કે, આ રકમ પોતાના પરીવારની છે. જે તેના પિતાએ વાસ્તવમાં ખૂબ મહેનત કરીને બચત કરી હતી.

તેણે આ રકમનો ઘણા સમય પહેલા દાવો કર્યો હોત પરંતુ પાસબુક મળી ન હતી. એટલું જ નહીં પરિવારના સભ્યોને પણ ખબર ન હતી કે આવી પાસબુક છે. અંતે કોર્ટે હિનોજોસાની તરફેણમાં ચુકાદો આપ્યો, પરંતુ સરકાર હજુ પણ લડવા માંગે છે. આથી ચુકાદા સામે અપીલ કરવામાં આવી છે.

એક મિલિયન ડોલરની બેંકબુક અંગે નક્કી કરવામાં આવશે. જો કોર્ટના નિર્ણયને માન્ય રાખીને રાજ્ય દ્વારા ચૂકવણીની પ્રક્રિયા કરવામાં આવી હોત તો કોઈ સમસ્યા ન હોત. પરંતુ આ કેસ હજુ પણ પોતાના પક્ષમાં ઉકેલાશે એમ માને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…