આ કળયુગમાં ઘણાં લોકો ભગવાનને માનતા જ નથી આ વચ્ચે આજે એક એવાં ભક્તની વાત કરીશું કે જે પગપાળા ચાલીને અને સ્તા પર સૂઈને (દંડવત)કરીને અયોધ્યા દર્શને જાય છે. છત્તીસગઢની રાજધાની રાયપુરનો એક સામાન્ય પરિવાર તેમની નાની બાળકી સાથે લગભગ 752 કિમી દૂર અયોધ્યાની યાત્રાએ નીકળ્યો છે.
અયોધ્યા યાત્રા
6 વર્ષનો નાનો રામ ભક્ત રાયપુરથી અયોધ્યાની પૂજા યાત્રા પર નીકળ્યો છે. આ યાત્રામાં તેના માતા-પિતા પણ સામેલ છે. આ પરિવાર છત્તીસગઢની રાજધાની રાયપુરનો એક સામાન્ય પરિવાર હતો. આ પરિવારની સફર અત્યંત મુશ્કેલ હતી. તમને જણાવી દઈએ કે આ આખો પરિવાર આ યાત્રા કોઈ ફ્લાઈટ, ટ્રેન કે બસમાં નથી કરતુ, પરંતુ રસ્તા પર સૂઈને (દંડવત)કરી રહ્યો છે. 6 વર્ષની યોગિતા સાહુ પણ રામ ભક્તિમાં ડૂબીને આ જ રીતે યાત્રા કરી રહી છે.
વરસાદ પડે ત્યારે ઘણી મુશ્કેલીઓ વધી જતી હતી
આ યાત્રામાં તેના માતા-પિતાની સાથે પરિવારના ઘણા સભ્યો સામેલ હતાં. આ પરિવારને શાહડોલ પહોંચતા વરસાદ નડ્યો ગયો હતો. વરસાદ શરુ થયો ત્યારે તેઓ પાસે માથું ઢાંકવા માટે છત ન હતી. રસ્તાની બાજુમાં ઓટોના પડછાયામાં રાત પસાર કરાવી પડી હતી. રાકેશે કહ્યું કે જ્યારે વરસાદ પડે છે ત્યારે સમસ્યા વધી જાય છે, પરંતુ રામે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. તેમની સરખામણીમાં અમને કોઈ કષ્ટ પડયા નથી એમ કહેવાય.
યોગિતાના પિતાનું નામ રાકેશ સાહુ છે. તેમણે કહ્યું કે, “હું, મારી પત્ની અને અમારા પરિવાર સાથે સંબંધિત 16 લોકોની ટીમ યાત્રા પર નીકળી હતી. 3 મહિને આ યાત્રામાં શહડોલ પહોંચી હતી. અમે કોમ્યુનિટી હોલ અથવા પંચાયત બિલ્ડિંગમાં રાત વિતાવતા હતાં. આ પછી, અમે સવારથી ફરી આગળ વધીએ. તમને જણાવી દઈએ કે આ પરિવાર પોતાની સાથે કેટલાક ગાદલા પણ લઈ જાય છે. જેથી શરીર પર આ યાત્રાથી ઓછું નુકસાન થાય. આ પરિવાર રસ્તા પર ગાદલું પાથરીને તેના પર આડો પડીને આગળ વધી રહ્યો હતો.
રાકેશ સાહુ રાયપુરમાં ચાટની ગાડી ગોઠવે છે. તેમણે કહ્યું કે લોકડાઉન સમયે કામ પર અસર પડી હતી. તે ભગવાન રામનું ધ્યાન કરતો હતો. બાદમાં કેટલીક બાબતોમાં સુધારો થયો. રામ મંદિર બનવાના સમાચાર આવ્યા ત્યારે વિચાર આવ્યો કે મુલાકાત લેવી જોઈએ. તેમણે જણાવ્યું કે તેમની સંસ્થાના સ્વયંસેવકો અને પરિવારના સભ્યો સાથે વાત કર્યા બાદ નક્કી થયું કે તેઓ મુસાફરી કરશે, પરંતુ દંડવત પ્રણામી યાત્રા કરશે. આવી યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. તેથી રાકેશ સાહુએ ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ વ્યક્ત કરવા આ યાત્રા પસંદ કરી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…