27 વર્ષની ગર્ભવતી મહિલાએ એક-બે નહિ પરંતુ 4 સ્વસ્થ બાળકોને આપ્યો જન્મ

1393
Published on: 10:18 am, Mon, 21 March 22

દુનિયામાંથી રોજબરોજ ઘણા ચોકાવનારા કિસ્સાઓ બનતા હોય છે. આપણે ઘણી એવી પણ ગર્ભવતી મહિલાઓ વિષે સાંભળતા હોઈએ છીએ કે તે મહિલાઓએ બે બાળકોને જન્મ આપ્યો હશે. પણ તમે કોઈ વખતે એવું નહીં સાંભળ્યું હોય કે આ મહિલાએ એક સાથે ચાર ચાર બાળકોને જન્મ આપ્યો હોય.

આજે આપણે એક એવા જ કિસ્સા વિષે જાણીશું જે તેલંગાણાના હૈદરાબાદમાંથી સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આ બનાવ હૈદરાબાદના મેંહદીપટ્ટનમની મીના હોસ્પિટલમાં 26 ઓક્ટોમ્બરના દિવસે બન્યો હતો. આ હોસ્પિટલમાં 27 વર્ષની એક ગર્ભવતી મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો અને આ ગર્ભવતી મહિલાના બધા જ બાળકો એકદમ સ્વસ્થ છે.

જાણવા મળ્યું છે કે, આ ગર્ભવતીના ચાર બાળકોમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ હતી. આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા અને તેમની ટીમ દ્વારા સાથે રહીને આ મહિલાની ડિલિવરી કરાવવામાં આવી હતી અને તે સમયે ઘણી સમસ્યાઓ પણ થઇ હતી. આ બાળકોની માતા સ્વસ્થ છે અને આ બધા જ બાળકોનો વજન દોઢ કિલો આજુબાજુ હતો. ડોકટરના કહેવા પ્રમાણે આ મહિલાને પહેલાથી જ એક બીમારી હતી તો તેની દવા તે લેતી હતી.

મળતી માહિતી મુજબ, આ મહિલાની પહેલા બે ડિલિવરીઓ થઇ ગયેલી છે અને આ ત્રીજી ડિલિવરી હતી. તો પણ હાલમાં આ માતા અને તેના બાળકો સ્વસ્થ હતા. આ મહિલાને પહેલાથી જ બે બાળકો હતા. આ મહિલાએ બાળકોને જન્મ આપ્યો એ વખતે જ તેના પરિવારના લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…