રાજકોટમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને જીવલેણ ટક્કર મારી 20ફૂટ ઢસડીયો- જુઓ અકસ્માતનો LIVE વિડીયો

169
Published on: 4:40 pm, Tue, 10 May 22

અકસ્માતના કિસ્સાઓ અવાર-નવાર બનતાં રહે છે. અકસ્માતમાં ઘણાં માસૂમ લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. એવો જ એક જીવલેણ અકસ્માત રાજકોટમાં બન્યો હતો. રાજકોટમાં ગઈકાલે 6:30 આસપાસ એક કાર રેસકોર્સ રિંગ રોડ પર પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે
આ સમયે બિગ બાઈટ નજીક રસ્તા પર એક યુવાન ચાલીને જતો હતો. કારચાલક મહિલાએ પાછળથી જોરદાર ટક્કર મારતાં યુવાન રોડ પર પટકાયો હતો અને 20 ફૂટ જેટલો ઢસડાયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. આ કારે યુવાનને જોરદાર ટક્કર મારતાં તે રોડ પર પટકાઇને 20 ફૂટ જેટલો ઢસડાતો જોવા મળે છે.

કારચાલક એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. CCTVમાં જોવા મળતી વિગત અનુસાર, યુવાન પગપાળા ચાલી જતો જોવા મળે છે. ત્યારે પાછળથી કાળા કલરની કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.

જોકે અકસ્માત બાદ કારચાલક મહિલા ભાગવાને બદલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાન ઉપરાંત રોડની સાઈડમાં પાર્ક કરલા 3થી 4 બાઇકને પણ અડફેટે લેતાં એમાં નુકસાન પહોંચ્યું છે. ગઇકાલે જામનગર રોડ પર વ્હોરા સોસાયટી નજીક ST બસે બાઇકને ઠોકરે ચડાવતાં યુવાનચાલકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…