સુરતમાં ધૂળેટીમાં પાણીની થેલી મારવા જતા બીજા માળેથી 15 વર્ષીય યુવાન નીચે પટકાતા નીકળી ગયો કચરઘાણ
ધૂળેટી(Holi) રંગોનો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર બધાના જીવનમાં નવા રંગોના ઉલ્લાસ સાથે ખુશીઓ લાવે છે છે, પરંતુ આ તહેવાર ઘણાં માતમ પણ લાવ્યો છે. ધૂળેટીના દિવસે ગુજરાતના ન્હાવા ગયેલા 12 થી વધારે લોકો ડૂબી ગયા છે. આ સાથે સુરતનાં વરાછા વિસ્તારમાં એક ભયાનાક્ર ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર, સુરતનાં મિની બજાર પાસે કોહિનૂર એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ મકવાણા પાલિકામાં કોન્ટ્રાક્ટ હેઠળ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમનો 15 વર્ષનો દીકરો સરકારી સ્કૂલમાં 8 માં ધોરણમાં અભ્યાસ કરે છે. શુક્રવારે બપોરે ધૂળેટી રમતો નિકુંજ પાણીથી બરેલી થેલી નીચે ફેંકતા સમયે
વરાછામાં ધૂળેટીમાં એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી પાણીની થેલી નીચે ફેંકતી વખતે સંતુલન ગુમાવી દેતા બીજા માળેથી પટકાયેલા તરૂણનું મોત થયું હતું. અન્ય બનાવોમાં વરાછામાં ચોથા માળેથી પટકાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઈચ્છાપોરમાં પણ મકાનના ટેરેસ પરથી અકસ્માતે નીચે પટકાતા એક યુવકનું મોત નિપજવા પામ્યું હતું.સંતુલન ગુમાવી દેતા નિકુંજ બીજા માળેથી નીચે પટકાયો હતો.
જેથી ગંભીર રીતે ઘવાયેલા નિકુંજનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ દરમિયાન અકસ્માતે બનાવની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે અન્ય બનાવમાં વરાછા જગદીશ નગર ખાતે રહેતા રામકુમાર જમનાપ્રસાદ બર્મન(44)હીરાના કારખાનામાં કામ કરતા હતા. શુક્રવારે રાત્રે તેઓ ચોથા માળે ટેરેસ પર સુતા હતા અને પેશાબ કરવા જતી વખતે અકસ્માતે નીચે પટકાતા તેમનું મોત નિપજ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…