માત્ર 12 વર્ષના નાનકડા બાળક ઉપર એવું તો શું સંકટ આવી પડ્યું કે… બાથરૂમમાં ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન

394
Published on: 6:27 pm, Tue, 11 January 22

આજકાલ આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાંથી ફરીવાર એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડ નગર નામની સોસાયટીમાં બાર વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઈ લીધો છે.

માત્ર બાર જ વર્ષની ઉંમરમાં આ પ્રકારનું પગલું બાળકે શા માટે ભર્યું! પરિવારે બાળકનો મૃતદેહ બાથરૂમમાં લટકતા જોઈને હોશ ગુમાવી દીધા હતા. જાણવા મળ્યું છે કે, મૃતક બાળકનું નામ પાર્થ છે. જેની ઉંમર 12 વર્ષની છે. તેના પિતા રામભાન શાહુએ આ અંગે જણાવ્યું કે, હું અને પાર્થ બંને બપોરેના સમયે સુતા હતા. હું સુઈ ગયો અને બાદમાં પાર્થ ઉભો થઇને બાથરૂમમાં ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેણે ત્યાં ફાંસો ખાઈ લીધો છે.

આમ કરવાનું કારણ તેના પિતા રામભાન શાહુને પણ સ્પષ્ટ થતું નથી કે, પોતાના જ દીકરા એ અચાનક આવું શા માટે કર્યુ. પાર્થની મમ્મી એ જ્યારે બાથરૂમનો દરવાજો ખોલ્યો તો પાર્થ મૃતદેહ લટકતો હતો. પાર્થે જીવ ગુમાવી દીધો હતો. આ જોતાં જ માતા ત્યાં જ ઢળી પડી હતી. ત્યરબાદ તાત્કાલિક જ પાર્થના પપ્પા ત્યાં દોડી ગયા અને જોયું તો પોતાનો બાર વર્ષનો દીકરો લટકી રહ્યો હતો.

હોબાળો મચી જતા પાડોશીઓ તરત જ ત્યાં દોડી આવ્યા હતા. જયારે પાડોશીઓ પણ આવું જોઈને ડઘાઈ ગયા હતા. કારણ કે, બાળકની ઉંમર માત્ર બાર વર્ષની જ છે. પાડોશીએ તરત જ પોલીસને બોલાવીને આ ઘટના અંગે જાણ કરી દીધી હતી.

મળતી માહિતી મુજબ, પાર્થના પિતા રામભાન શાહુ સુરતમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ મૂળ યુપીના પત્ની છે. તેઓને ચાર સંતાન છે જેમાં બે દીકરા અને બે દીકરીઓનો સમાવેશ થાય છે. જેમાં પાર્થ બીજા નંબરનો દીકરો હતો. જે હવે ભગવાનની પાસે ચાલ્યો ગયો છે.

પોલીસે ફાંસો ખાવાના કારણ અંગે જણાવતાં કહ્યું હતું કે, અમને તપાસ કરતા જણાવ્યું છે કે પાર્થ ને મોબાઇલમાં ઓનલાઇન ગેમ્સ રમવા નો ખૂબ જ શોખ હતો. જેમાં કેટલાય પ્રકારની વસ્તુઓ ખરીદવાની જરૂર પડે છે. જેના માટે પૈસાની જરૂર પડે છે. તો એવું પણ બની શકે કે, ભારતને ગેમ્સ રમવા માટે પૈસાની જરૂર હોય. તેથી તેણે કોઈની પાસેથી ઉધાર લીધા હોય. જે ઉઘરાણી કરતું હોય અને તેના માનસિક તણાવથી કંટાળીને પાર્થે આ પગલું ભરી લીધું હોય.

જોકે, પોલીસ આ ઘટના અંગે વધુ તપાસ કરીને યોગ્ય કારણ જરૂર શોધી લાવશે. પરંતુ, બાળકોનો મોબાઈલ પ્રત્યેનો પ્રેમ દિવસેને દિવસે એટલો વધતો જાય છે કે બાળકો જીવને જોખમમાં મુકીને કોઈ પણ પગલું ભરી લે છે. વાલીઓએ બાળકને મોબાઈલથી દુર રાખવા માટે બને તેટલા કડક નુસખાઓ અપનાવવા જોઈએ કેમ કે આ મોબાઈલ ક્યારેક આપડા બાળકોને જીવ પણ લઇ લે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…