10 વર્ષની બાળકીનું ઘઉં કાઢતી વખતે મશીનમાં માથું આવી જતાં નીકળી ગયો કચરઘાણ- જાણો હૃદય ચીરી નાંખે તેવી ઘટના

751
Published on: 12:15 pm, Mon, 21 March 22

દાહોદ(Dahod)માં આવેલાં ગરબાડામાં એક ગોઝારી ઘટના બની છે. ગરબાડા તાલુકાના જાંબુઆ ગામના હવેલી ફળિયામાં રહેતા જવલિંગ ભાભોર પોતાના ઘરની આગળ થ્રેશર મશીનમાં ઘઉં કાઢવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન 10 વર્ષની દીકરી ઝીણીબેન રમતાં-રમતાં આ મશીનની પાછળના ભાગે આવી ગઇ હતી,

અને ત્યાં જ તેનાં માથાનો કચરઘાણ નીકળી ગયો. તેના વાળ ચામડી સાથે નીકળી ગયા છે. હાલમાં તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ઝીણીબેન ને ગંભીર ઈજાગ્રસ્ત થતા તેને તરત જ 108 ઈમરજન્સી સેવા મારફતે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં હાલ તેણીની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં 10 વર્ષીય ઝીણીબેન કેવી રીતે થ્રેસર મશીનમાં આવી ગયા હતા જેનો હાલ કોઈ ખુલાસો થયો નથી. ઘઉં કાઢવાના મશીનમાં નાના બાળકોનું ખુબ જ ધ્યાન રાખવું પડે છે. આ બનાવ દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

આ ઘટના વાયુવેગે પ્રસરતા આખા પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. દાહોદ જિલ્લામાં અન્ય એક ગમખ્વાર અકસ્માતો સામે આવ્યા છે. નાનસલાઇ ગામે ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું જ્યારે વડબારા ગામે બાઇકની ટક્કરે 15 વર્ષિય કિશોર તથા સબરાડામાં છકડાની ટક્કરે 55 વર્ષિય આધેડમાં નિપજ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…