બહેન સગુણા અને રામાપીરની આ કથા 99% લોકો નહીં જાણતા હોય- રામદેવપીરના ભક્તો હોય તો જરૂરથી વાંચો આ લેખ

588
Published on: 5:55 pm, Mon, 2 May 22

રામદેવપીર અને તેમનાં બહેન સગુણા વિશે ઘણાં બધા લોકો જાણતા હશે, પરંતુ આજે આપણે આ લેખમાં જે વાત કરવાનાં છીએ તે કદાચ 99% લોકો નહીં જાણતા હોય. રામદેવજી દરેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ગુજરાતી ની સગુણા નામની દીકરીએ રાજસ્થાન ના રણુજા માં જળ સમાધિ લીધી હતી. આપણા ગુજરાતમાં લોકો જો સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે બાબા રામદેવ પીરમાં, હિંદુ સંત અને મુસ્લિમ પણ પોતાનાં સંત માને છે એને પીર કહેવાય ગૂજરાતમાં લાખો લોકો એમના ભક્તો છે.

ગુજરાતનાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલાં ભાંગોરી ગામની 22 વર્ષિય દીકરી રાજસ્થાનનાં રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી. પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતાં સંઘ સાથે આ યુવતી પણ સામેલ ભક્તિમાં લીન થઈ હતી.  નેત્રંગ તાલુકાનાં ભાંગોરિ ગામે રહેતા છોટુ ભાઈ વસાવા પરિવારમાં 2 દીકરી ઓ સગુણા અને સરલા જ્યારે દીકરો સહદેવ સાથે રહેતાં હતાં.

આ પરિવારની આર્થિક પરસ્થિતિ ખુબ જ નબળી હતી. મોટી દીકરી સગુણાને ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યા બાદ ઘરકામ કરી પરિવારને મદદ રૂપ થતી હતી. સગુણા રામાપીરની ભક્તિમાં લીન હતા. સંઘમાં જતાં પરિવારને કહીને ગઈ હતી કે હવે હું પાછી નહીં આવું. મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચેજ યુવતીએ રણુજા ધાર્મિક સ્થળ ખાતે આવેલી પરચા વાવમાં જળ સમાધિ લીધી હતી.

તેના મૃતદેહને વતન લાવી કાકા નાં ખેતરમાં દફનાવી તે સ્થળે મંદીર બનાવવાની પરિવાર જનોએ કામગીરી હાથ ધરી હતી. ગામજનો એ તેની દીકરીને દેવી સગુણા નો અવતાર માની ઢોલ નગારા વાજીંત્રો અને અબીર ગુલાલ સાથે ગામમાં અંતિમ યાત્રા નીકાળી હતી. ગામનાં સરપંચ અને તેમના કાકા નવજીભાઈ વસાવાનાં ખેતરમાં દીકરી સગુણાની દફન વિધિ કરવામાં આવી છે.

આ સ્થળે મંદીર નાં નિમૉણ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેઓ કુટુંબજનોએ જણાવ્યું હતું. મૃતક સગુણાનાં પરિવાર સભ્ય પ્રતાપભાઈ વસાવાએ મીડિયા કર્મી સાથે વાતચીત માધ્યમથી જણાવ્યું હતું સગુણાબેન ભગવાન રામાપીર ની ભક્તિમાં લીન હતા. અહીંથી જ્યારે સંઘ રવાના થયો ત્યારે હું હવે પાછી નહીં આવું મારે રામદેવપીર હુંકમ થયો છે જેથી મારે ત્યાં જ સમાધિ લેવી છે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

તે ભગવાન પાસે ગઈ છે જેની યાદમાં આવનાર સમયમાં ભજન કીર્તન ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે દીકરી સગુણા ને રાજસ્થાનમાં જે સ્થળે જળસમાધિ લીધી હતી. તે પરચા ની વાત કરીએ તો પરચા વાવ મંદિરની પાસે જ આવેલ છે. આજ તો બાબા રામદેવપીરની લોકપ્રિયતા દર્શાવે છે.

આ ઘટના દેવી સગુણા નો અવતાર હોય કે ન હોય એતો શ્રદ્ધાનો વિષય છે પણ આજે કળિયુગમાં પણ લાખો લોકોની બાબા રામદેવપીર માં અપાર શ્રદ્ધા છે કદાચ રાજસ્થાનનું રણુજા સૌથી વધારે ભક્તજનો થી ઉભરાતું સ્થળ છે જે કોઈ ઈતિહાસીક અને દર્શનીય સ્થાનોથી ગમતું નથી આવા સ્થળોએ અપાર શ્રદ્ધાથી એકવાર નહીં પણ અનેકવાર જવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…