સાંગલીમાં સામુહિક આપઘાત: એક જ પરિવારના 9 લોકોએ ઝેરી દવા ગટગટાવીને મોતને કર્યું વ્હાલું- સમગ્ર પંથક શોકમાં થયો ગરકાવ

186
Published on: 1:17 pm, Tue, 21 June 22

મહારાષ્ટ્રના સાંગલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાંથી એક જ પરિવારના 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જે બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પ્રાથમિક તપાસમાં આને સામૂહિક આત્મહત્યા ગણાવી રહી છે. આ ઘટના રાજધાની મુંબઈથી 350 કિલોમીટર દૂર સાંગલી જિલ્લાના મહૈસલની છે.

પોલીસ વતી દેવાના બોજને કારણે આત્મહત્યા કરી લેવાની આશંકા સેવાઈ રહી છે. સામૂહિક આપઘાતની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. મૃત્યુ પામેલા તમામ લોકો ડૉક્ટર પરિવાર સાથે સંબંધિત હતા. ઘટના સોમવાર બપોરની છે. ડૉક્ટર દંપતીના એક ઘરમાંથી છ અને બીજા ઘરમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે.

આત્મહત્યા કરનારાઓના નામ પોપટ યલ્લાપ્પા વનમોર (ઉંમર-52 વર્ષ), સંગીતા પોપટ વનમોર (ઉંમર-48 વર્ષ), અર્ચના પોપટ વનમોર (ઉંમર-30 વર્ષ), શુભમ પોપટ વનમોર (ઉંમર-28 વર્ષ), માણિક યલ્લાપ્પા વનમોર (ઉંમર-28 વર્ષ), રેખા માણિક વનમોર (ઉંમર – 45 વર્ષ), આદિત્ય માણિક વનમોર (ઉંમર – 15 વર્ષ), અનીતા માણિક વનમોર (ઉંમર – 28 વર્ષ) અને અક્કાતાઈ વનમોર (ઉંમર – 72 વર્ષ).

મળતી માહિતી મુજબ સાંગલીના મિરજ તાલુકાના મહૈસલ વિસ્તારમાં નરવડ રોડ પાસે અંબિકા નગર ચોક પર એક બિલ્ડીંગમાં ડો.વનમોરનો પરિવાર રહેતો હતો. આ પરિવારનું એક ઘર અંબિકા નગરમાં છે અને બીજું રાજધાની કોર્નરમાં છે. સોમવારે સવારથી બંને ઘરના દરવાજા ખુલ્યા ન હતા. જ્યારે લાંબા સમય સુધી દરવાજો ન ખુલ્યો ત્યારે પડોશીઓએ દરવાજો ખોલ્યો અને જોયું કે ઘરની અંદર 6 મૃતદેહ પડેલા હતા. આ પછી બીજા ઘરમાંથી પણ 3 મૃતદેહ મળી આવ્યા હતા. આ રીતે એક જ પરિવારના 9 લોકોએ ઝેર પી લીધું છે.

ઘરમાં મૃતદેહ જોતાં જ પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હાલ પરિવારના સભ્યોએ દેવાના બોજથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, તમામ લોકોએ ઝેર પીને આત્મહત્યા કરી છે. શરૂઆતમાં જાણવા મળ્યું છે કે, આ પરિવાર આર્થિક પડકારોથી ઘેરાયેલો હતો, ત્યારબાદ બધાએ આ આત્મઘાતી પગલું ભર્યું.

ઘટના અંગે સાંગલીના પોલીસ અધિક્ષક દીક્ષિત ગેદામે જણાવ્યું હતું કે, ત્રણ મૃતદેહો એક જગ્યાએથી મળી આવ્યા હતા, જ્યારે છ ઘરમાં અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ‘આત્મહત્યા’ છે? આ અંગે અધિકારીએ કહ્યું કે પોલીસ ઘટનાસ્થળે મોતના કારણની તપાસ કરી રહી છે. અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે, આ આત્મહત્યાનો મામલો છે. અધિકારીએ દાવો કર્યો છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…