
મધ્યપ્રદેશ: ભારતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તેવામાં સોમવારે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના દેવાસ(Dewas), અગર માલવા(Agar Malwa) અને ધાર(Dhar)માં વિવિધ જગ્યા પર વીજળી પડવાને(Lightning strikes) કારણે 9 લોકોનાં મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિ છે. મૃતકોમાં 1 બાળક અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે બપોરે લગભગ 3 વાગે સતવાસ ક્ષેત્રમાં ગ્રામ ડેરિયા ગુડિયામાં 3 વ્યક્તિ સોયાબીનના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ ભારે વરસાદ ચાલુ થયો હતો. તેથી ત્રણેય વ્યક્તિ એક ઝાડ નીચે ઊભા રહી ગયા હતા. તે દરમિયાન ખેતરમાં વીજળી પડી હતી. ત્રણેયનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હતાં. જ્યારે ગામ બામનીમાં રેખાબાઈ અને તેના પતિ હરિઓમનું વીજળી પડવાને કારણે મોત થયું છે.
આ ઉપરાંત, ખાતેગામ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખલ ગામમાં રેશમબાઈનું વીજળી પડવાને કારણે મોત થયું હતું. આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મધ્યપ્રદેશના ટોંકમાં રાણીબાઈનું પણ વીજળી પડવાને કારણે મોત થયું હતું. મૃતકોનાં પરિવારજનોને 4-4 લાખ રીપુઅની આર્થિક સહાયતા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આગ્રા માલવા જિલ્લાના નલકેડામાં અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. મૃતકોમાં 7 વર્ષના બાળક અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધાર વિસ્તારમાં પણ વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ચોમાસું મધ્યપ્રદેશમાં તેના અંતિમ તબક્કામાં છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, માલવા-નિમાડ તથા મહાકૌશલમાં પણ સામાન્ય વરસાદની આગામી કરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…