BSFના જવાનો ભારત-પાકિસ્તાનની સીમા પાર ન કરે તે માટે તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે ભારતની સીમામાં એક 8 વર્ષનું બાળક ઘૂસી ગયું હતું. ભારતમાં રાજસ્થાનના બાડમેરમાંથી ભૂલથી એક બાળક સીમા પાર કરી આવી ગયો હતો. બાળકની નજર સીમા પાર કરતાની સાથે જ BSFના જવાનો પર પડી હતી. જવાનોને જોઈ બાળક ડરી ગયો હતો. તેથી માસૂમ બાળક જોરજોરથી રડવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ જવાનોએ બાળકને શાંત કર્યો હતો. ત્યારબાદ બાળકને પાકિસ્તાનની સેનાને સોપવામાં આવ્યો હતો.
રાજસ્થાન રાજ્યના કેટલાક જિલ્લા જેમકે, બાડમેર, જેસલમેર, બીકાનેર અને ગંગાનગરની સીમાઓ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, ભારત-પાકિસ્તાનની બાડમેર આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલું છે. શુક્રવારની સાંજે આશરે 5.20 કલાકે આ જ સીમા પર એક બાળક ભૂલથી સીમા પાર કરી ભારતમાં આવી ગયું હતું. પોતાના ઘરનો રસ્તો 8 વર્ષનો કરીમ નામનો બાળક ભૂલી ગયો હતો. તેથી ભૂલથી તેઓ આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી BSFની 83મી બટાલિયનની સીમા ચોકી સોમરતના બોર્ડર પિલર નંબર 888/2-S નજીકથી અંદર આવી પહોંચ્યો હતો.
જયારે બાળક ભારતની સીમાની અંદર આવી ગયો ત્યારે જવાનોને જોઈને તે એઅડવા લાગ્યો હતો. જવાનો રડવાનો અવાજ સાંભળીને બાળકો પાસે ગયા હતા. ત્યારબાદ તેને ચોકલેટ અને બિસ્કિટ આપી શાંત કર્યો હતો. ત્યારબાદ જવાનો એ બાળકની પુછપરછ કરતા સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.
ત્યારબાદ જવાનોને માલૂમ પડ્યું હતું કે, રસ્તો ભૂલીને ભારતની સીમામાં બાળક કરીમ ખાન આવી પહોંચ્યો હતો. બાળકના જણાવ્યા અનુસાર, તે થારપારકર જિલ્લના નાગરપારકર તાલુકામાં રહે છે અને તે અહીં ભૂલથી આવી ગયો છે.
BSFના જવાનોએ બાળક કરીમ ખાન પાસેથી તમામ હકીકત જાણી લીધી હતી. ત્યારબાદ પોતના અધિકારીઓ સુધી આ તમામ માહિતી પહોંચાડી હતી. આ પછી આ વાત પાકિસ્તાનની સેનાને પણ કરી હતી. ભારતીય સેનાના અધિકારીઓ અને પાકના સૈનિકોએ મળીને ફ્લેગ મીટિંગ કરી હતી. આ મીટિંગ લગભગ 2 કલાક સુધી ચાલી હતી. ત્યારબાદ ભારતના જવાનોએ માનવતા દાખવતા સાંજના 7 વાગ્યે 15 મિનિટે બાળકને પાકિસ્તાનના સૈનિકોને શોપ્વામાં આવ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…