જુઓ કેવીરીતે અહીંયાંના ખેડૂતો એક જ વૃક્ષ પર ઉગાડી રહ્યા છે વિવિધ પ્રકારના ફળફૂલ?

281
Published on: 10:19 am, Mon, 4 October 21

‘ફ્રૂટ સલાડ વૃક્ષ’ જેના નામથી જ સ્પષ્ટ થાય છે કે આ વૃક્ષ કેવું હશે. જેમ સલાડમાં ઘણી શાકભાજી હોય છે, તે જ રીતે, ફ્રૂટ સલાડ ટ્રી પર પર અનેક પ્રકારના ફળ ઉગે છે. તેના પર 6 થી 8 અનેક જાતના ફળ ઉગાવી શકાય છે. જેમ કે, સીટ્રસ ફળો જેમાં લીંબુ, નારંગી, દ્રાક્ષ વગેરે. એક સાથે એક જ વૃક્ષ પર સફરજન અને કેળા જેવી વિવિધ જાતિના ફળ ઉગાડવામાં આવતાં નથી. ચાલો તમને આ વૃક્ષ વિશે વિગતવાર જણાવીએ…

જેમ્સ અને કેરી વેસ્ટનો આઈડિયા 
1990ના દાયકાની શરૂઆતમાં આ વિચાર ઓસ્ટ્રેલિયાના જેમ્સ અને કેરી વેસ્ટને આવ્યો હતો. સૌપ્રથમ આ ફ્રૂટ સલાડ ટ્રીને સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યું હતું. આ વૃક્ષ ઓસ્ટ્રેલિયા પછી સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં આવ્યા. ફ્રૂટ સલાડ ટ્રીને ખુલ્લા મેદાનમાં અથવા તો કુંડામાં ઉગાડવામાં આવે છે.

ચાર પ્રકારના ફ્રૂટ સલાડ ટ્રી 
ફ્રૂટ સલાડ ટ્રીના મુખ્ય ચાર પ્રકાર હોય છે. જેનુ નામ સ્ટોન ફ્રૂટ, સિટ્રસ ફ્રૂટ, મલ્ટિ એપલ અને મલ્ટી નાશી છે. સ્ટોન ફ્રૂટ ટ્રીમાં બોર, જરદાળુ, આલૂ ઉગાડવામાં આવે છે. ગરમ વાતાવરણમાં તેનું સારું ઉત્પાદન થાય છે. સીટ્રસ ફ્રૂટ સલાડ ટ્રી પર લીંબુ, નારંગી, ગ્રેપફ્રૂટ, ટૈંગલો, પોમેલો, મેન્ડરિન વગેરે ઉગાડવામાં આવે છે. મલ્ટી એપલ ટ્રીમાં પીળા અને લાલ સફરજન જેવા વિવિધ પ્રકારના સફરજન ઉગાડવામાં આવે છે. મલ્ટી નાશી ટ્રીમાં ઘણા પ્રકારનાં નાશપતીની ઉપજ હોઈ શકે છે.

ફાયદા 
ફ્રૂટ સલાડ ટ્રીનો સૌથી મોટો ફાયદો એ છે કે, નાની જગ્યા પર અનેક ફળ ઉગાડી શકાય છે. જોકે, આમા ખામીઓ પણ છે. એક વૃક્ષ પર અલગ અલગ પ્રજાતિના ફળ જેવું કે કેળા અને સફરજન ઉગાડી શકાતું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…