હજુ પણ પાણી માટે વલખા મારે છે આ ગામના ખેડૂતો – મહુવાની નદી પરના 8 ચેકડેમ લીકેજ અને દરવાજાના અભાવે…

158
Published on: 3:57 pm, Wed, 18 May 22

એક તો આ ભયંકર ઉનાળો(Summer) ચાલી રહ્યો છે, એવામાં ઘણા ગામોમાં પાણીની તકલીફો સર્જાતી હોય છે. આ જ રીતે મહુવા તાલુકાના ગામોના ખેડૂતો(Farmers) અને પશુપાલકો (Pastoralists)ને દર ઉનાળે પીવાના તેમજ સિંચાઈ માટે પાણી (Water)ની અછત સર્જાતી હોય છે. આ સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા વહેતા પાણીનો સંગ્રહ થાય અને પાણીનું સ્તર ઊંચું આવે એ હેતુસર નદી-કોતરો પર ચેકડેમો બનાવવાની યોજના અમલમાં મૂકી છે અને આ ચેકડેમોના નિર્માણ પાછળ અઢળક રૂપિયા ખર્ચવામાં આવે છે.

ચેકડેમોના નિર્માણ પાછળ અઢળક રૂપિયા ખર્ચ્યા પછી પણ ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડે છે. કારણ કે, તાલુકાના કાવેરી ઓલણ નદી પર આવેલ 12થી વધુ ગામોને અતિ ઉપયોગી એવા 8 જેટલા ચેકડેમો લીકેજ હોવા ઉપરાંત ચેકડેમોના દરવાજા ન હોવાના પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી, અને અંદાજીત 29.50 લાખ ઘન મીટર પાણી વહી જાય છે જેના પરિણામે લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ ચેકડેમો ખેડૂતો તેમજ ગ્રામજનોને ઉપયોગ વિહોણા સાબિત થાય છે અને વહી જતા પાણી સાથે સરકારનો હેતુ પણ વહી જ જતો જણાય રહ્યો છે. આ ગંભીર બાબતે તંત્ર દ્વારા તાકીદે સર્વે કરાવી ખુલ્લી બારીવાળા શોભના ગાંઠિયા સમાન ચેકડેમ અને લીકેજ ચેકડેમની સત્વરે મરામતની કામગીરી હાથ ધરે એવી માગ ખેડૂતો અને સ્થાનિકો સેવી રહ્યા છે.

200થી વધુ ખેડૂતોને પાણી માટે હાલાકી:
200થી વધુ ખેડૂતો આ ચેકડેમ પર નિર્ભર છે. પરંતુ, ઓલણ નદી પર આવેલા પુના વસરાઈ ગામનો અતિ ઉપયોગી ચેકડેમ લીકેજ હોવાના પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી. જેના કારણે આ ખેડૂતોને સિંચાઈના પાણી માટે હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત પાણીનો સંગ્રહ ન થતા ઉનાળામાં બોર અને કુવાના સ્તર પણ ઊંડા ઉતરી ગયા છે. આ ચેકડેમની મરામત અંગે વારંવાર તંત્રનુ ધ્યાન દોરવા છતાં તેની રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી.

પશુપાલકો, ગ્રામજનોએ વલખા મારવા પડે છે:
પાણી વિના ઉનાળાની શરૂઆત પેહલા જ ખેડૂતો અને પશુપાલકો ઉપરાંત ગ્રામજનોએ વલખા મારવા પડે છે. અનાવલ કાવેરી નદી પરના ત્રણ ચેકડેમમાંથી રીપેરીંગના અભાવે પાણી વહી જાય છે, જેના પરિણામે પાણીનો સંગ્રહ થતો નથી. જેના કારણે અનાવલ ત્રણ ચેકડેમ પર નભતા 1000 એકરથી વધુ જમીનનો પાક ઉનાળામાં સિંચાઈના પાણી વિના સુકાઈ છે, જેના કારણે ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ સર્જાય છે. તેથી ખેડૂતોની માંગ છે કે, જવાબદાર તંત્ર દ્વારા આ ડેમો રીપેર થવા જોઈએ.