ગૌમાતાના પેટમાંથી તબીબોએ કલાકોના ઓપરેશન બાદ ચમચી-વાટકી સહીત કાઢ્યું 77 કિલો પ્લાસ્ટિક

182
Published on: 4:23 pm, Tue, 30 November 21

ભારત દેશમાં લોકો ગાયને માતાનો દરજ્જો આપીને પૂજા-અર્ચના કરે છે. પરંતુ હાલ ગૌમાતાની દશા જ કંઈક જુદી છે. રખડતી ગાયો ખાવાની શોધમાં શું-શું ખાઈ લે છે, તેમને જ નથી ખબર રહેતી. હાલના સમયમાં કેટલાય લોકો ગૌમાતાને રોટલી જમાડવા, પ્લાસ્ટિકની થેલીમાં રોટલી મૂકીને જતા રહે છે. બેજુબા પશુઓ પ્લાસ્ટિક સહિત રોટલીઓ ખાઈ લે છે. એટલે કે, કોઈ દિવસ નહિ પચનારું પ્લાસ્ટિક કાયમ માટે ગૌમાતાના પેટમાં ઘર કરી લે છે. અને થોડા સમયમાં જ બીમાર પડે છે અને મોતને ભેટે છે.

આવી એક બે નહીં પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં આવી ઘટનાઓ સામે આવી છે. હાલ આવી છે ઘટના આણંદમાં સામે આવી છે. જેમાં વેટરનરી વિભાગે ગૌ માતાના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢ્યો હતો. સતત બે કલાકની મહેનતે ડોક્ટરોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢીને ગૌમાતા નો જીવ બચાવ્યો હતો. આમ તો ગાયને માતાનો દરજ્જો આપીને પૂજવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગૌમાતા ની હાલત દયનીય બની ચૂકી છે.

મળતી માહિતી અનુસાર ચરોતરમાં આવેલ આણંદ વેટરનરી વિભાગને દર અઠવાડિયે આવા બે થી ત્રણ કેસો મળે છે. દર અઠવાડિયે આવી કેટલી ગાયોના ઓપરેશન થાય છે કે જેમના પેટમાં પ્લાસ્ટિક સિવાય બીજું કંઈ જ મળતું નથી. તબીબો દ્વારા ઓપરેશન કરીને ગાયના પેટમાંથી કેટલાક કીલો પ્લાસ્ટીક કાઢવામાં આવે છે અને ગાયને નવજીવન પૂરું પાડવામાં આવે છે. જોકે હાલમાં થયેલું આ ઓપરેશન ખૂબ જ જટિલ હતું. આ વિભાગનું માનવું છે કે અત્યાર સુધીનો સૌથી ક્રિટિકલ ઓપરેશન હતું અને કલાકો સુધી ચાલ્યું હતું. આ ગાયના પેટમાં 10-20 કિલો નહીં પરંતુ 77થી વધુ કિલો પ્લાસ્ટીક હતું.

આ વિભાગના હેડ ડોક્ટર પિનેશભાઈ પરીખ જણાવતા કહે છે કે, ગાયનું વજન સરેરાશ ૪૦૦ કિલો હોય છે. આ ગાય નું ઓપરેશન ખૂબ જ જટિલ હતું, એના પેટમાંથી ૭૫ કિલો પ્લાસ્ટિકનો જથ્થો બહાર કાઢ્યો હતો. ફક્ત પ્લાસ્ટિક જ નહીં પરંતુ આઇસક્રીમની વાટકી અને ચમચીઓ પણ હતી. જ્યારે ગાયના પેટમાં પ્લાસ્ટિક જમા થઈ ગયું હોય ત્યારે, ગાયનો આહાર તદ્દન ઘટી જાય છે. આ ઉપરાંત વારંવાર ગેસ થવો અને પાચનક્રિયા મંદ પડી જતા પશુ બીમાર પડે છે.

કેવી રીતે જાણવું કે ગાયના પેટમાં પ્લાસ્ટિક છે કે નહીં?
ડોક્ટર વધુમાં કહેતા જણાવે છે કે, કોઈપણ ગાયના પેટમાં રહેલું પ્લાસ્ટિક ની માત્રા કેટલી છે, તે જાણવું હોય તો ગાયના પેટના ડાબા પડખે હાથ મુકીને દબાવો, જો ત્યાં હાથના પંજાના નિશાન રહી જાય તો સમજવું કે પેટમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધારે છે. આવા સંજોગોમાં આ ગાયને તરત જ સારવાર અર્થે તબીબોની મુલાકાત લેવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…