બેફામ બસે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, ટાયર નીચે આવી જતા કરુણ મોત-‘ઓમ શાંતિ’

404
Published on: 2:11 pm, Sat, 7 May 22

રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકો મોતને ભેટે છે. થોડી પણ બેદરકારી પોતાના જીવને તો જોખમમાં મુકે છે પરંતુ આ સાથે અન્ય નિર્દોષ લોકોને પણ આનો ભોગ બનવું પડે છે.

આ દરમિયાન, સુરતમાં ફરી એકવાર બેફામ બસે માસુમનો જીવ લીધો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના સહારા દરવાજા માજીક બસ અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે. ગઈ કાલે રાત્રે પિતા સાથે જતી વખતે બેફામ આવેલી બસે ટક્કર મારતા મોપેડ પાછળ બેસેલી માસૂમ બાળકી બસના ટાયર નીચે કચડાઈ હતી.

જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં પિતા અને અન્ય બે બાળકીનો ચમત્કારી રીતે બચાવ થયો છે. અકસ્માત અંગે મહિધરપુરા પોલીસ દ્વારા બસ ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. સુરતમાં અવાર-નવાર બસનો કહેર સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.