છેલ્લાં 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં બીજો મોટો અકસ્માત: રાજોરીમાં બસ ખીણમાં પડતાં 7 લોકોનાં મોત

132
Published on: 4:07 pm, Thu, 15 September 22

છેલ્લાં 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં બીજો મોટો માર્ગ અકસ્માત સર્જાયો. બુધવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બસ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા હતાં. જયારે આજે ફરી મોટો અકસ્માત સર્જાયો.

રાજોરીમાં આ ભયાનક અકસ્માતમાં એક બસ ખીણમાં પડી હતી. જેમાં અનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યાં છે. આ દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ સેના, પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને લોકોનો આબાદ બચાવ કર્યો હતો.

અત્યાર સુધીમાં 7 મૃતદેહ મળી આવ્યા
સ્થાનિક પ્રશાસન તરફથી મળેલી માહિતી અનુસાર, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં 7 મૃતદેહો મળી આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલી આ બસ પૂંચથી જમ્મુ જઈ રહી હતી.

પહેલો અકસ્માત પૂંચમાં થયો હતો
તમને જણાવી દઈએ કે આ પહેલા બુધવારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લાના મંડી તહસીલની સરહદે આવેલા સાવઝાનના બુરારી નાલા વિસ્તારમાં એક સ્પીડ ઓવરલોડ મિનિબસ 250 ફૂટની ખીણમાં પડી જતાં 12 મુસાફરોના મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 30 ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ શાળાના વિદ્યાર્થીઓ અને ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10 શાળાના વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે નિયમોની અવગણના કરીને આ બસમાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા. 24 સીટરની આ બસમાં ક્ષમતા કરતા વધુ 40 જેટલા લોકો હતા.

બુધવારે થયેલા આ માર્ગ અકસ્માતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મૃતકોના આશ્રિતોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

આ બસ ગલી મેદાનથી પુંછ જઈ રહી હતી. એલઓસી પર બુરારી નાલા વિસ્તારમાં બસ અસંતુલિત થઈને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. નીચે પડતાં જ બસ બ્લાસ્ટ થઈ ગઈ. નવ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…