અમદાવાદમાં સર્જાઈ મોટી દુર્ઘટના: નિર્માણધીન બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટતાં 7 મજૂરોના કરુણ મોત – ‘ઓમ શાંતિ’

133
Published on: 2:53 pm, Wed, 14 September 22

અમદાવાદમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં. સાતમા માળેથી પટકાયેલા આઠ મજુરોમાંથી સાત મજુરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સાઈટની ઓફિસમાંથી સુપરવાઈઝર સહિતના લોકો દોડી આવ્યા હતા.

ઇજાગ્રસ્ત પંકજ ખરાડી નામનો મજૂર બચી ગયો
આ બિલ્ડરનું નામ રમેશચંદ્ર કાલીઆ અને બીજા ભાગીદાર સનસાઈન ગ્રુપમાં પણ છે. મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના રહેવાસી પંકજ ખરાડી નામનો મજુર ત્યાં બાલકનીમાં પથ્થરનું ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો. તે છઠ્ઠા માળે કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ફોલ તૂટતાં પડ્યા હતા.

જાણવા મળ્યું છે કે, પંકજના 4 મહિના પહેલા જ લગ્ન થયા છે. તેનો પરિવાર રાજસ્થાન રહે છે. 4 દિવસ પહેલા જ તેઓ આ સાઇટ પર કામ કરવા માટે આવ્યા હતા. આ ઘટનામાં સદનસીબે તેઓનો જીવ બચી ગયો છે. ઇજાગ્રસ્ત પંકજ ખરાડી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યે બની હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. આ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઇને નીચે પટકાયા હતા. જેમાં 7 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. જોકે આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તેમજ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે આ અંગે ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે, આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. અમને આ જાણકારી મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. અમદાવાદના મેયર કિરીટ પરમારે કહ્યું હતું કે, પોલીસ અને કોર્પોરેશનને મોડા જાણ કરી છે તે મામલે પોલીસ તપાસ કરશે, બિલ્ડર પાસે રજા ચિઠ્ઠી હતી.

લીફ્ટ તૂટતા કુલ આઠ લોકો પડ્યાં હતાં
આ દુર્ઘટના અંગે સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકે જણાવ્યું હતું કે, જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે લીફ્ટ તૂટતા કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. જેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતાં. શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલેન્સમાં મોકલ્યા હતાં. 15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિઓને મોકલાયા હતાં.

આ ઉપરાંત બે જણા બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા હતાં. પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. એમ કુલ 8 મજૂરોને બહાર કાઢ્યા હતા. 13માં માળે લિફ્ટનું કામ ચાલતું હતું. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. 6 જેટલા લોકો નીચે પડ્યા હોવાની મને ખબર છે. હાલ આ ઘટનાને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકોમાં જગદીશભાઈ રમેશભાઈ નાયક, મુકેશ ભરતભાઈ નાયક, મુકેશભાઈ ભરતભાઇ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી, અશ્વિનભાઈ સોમાભાઈ નાયક તેમજ સંજયભાઈ બાબુભાઇ નાયકનો સમાવેશ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…