ધોરણ 10નું 65.18% પરિણામ જાહેર: સુરતમાં સૌથી વધુ 75.64% તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ

164
Published on: 12:00 pm, Mon, 6 June 22

ધોરણ 12ના રીઝલ્ટ બાદ આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. જણાવી દઈએ કે, આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદની એચ.બી કાપડિયા સ્કૂલના વિદ્યાર્થી ભવ્ય પટેલે જણાવ્યું હતું કે, “મને 95 ટકા માર્ક્સ મળ્યા છે.” મેં દિવસમાં 8 કલાક કરી. કોરોના હતો છતાં સ્કૂલ તરફથી રોજ પેપર લખવામાં આવતા હતા. તે ઉપરાંત, હું જાત મહેનત કરતો હતો. હવે સાયન્સમાં એડમિશન લઈને ભવિષ્યમાં એન્જીનયરિંગ કરવા ઈચ્છું છું.

આ ઉપરાંત, હર્ષ ધ્રુવ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારે 97.5 ટકા આવ્યા છે. હું રોજ 7-8 કલાક મહેનત કરતો હતો. ટ્યુશન પણ જતો હતો અને સાથે જ સ્કૂલમાં મહેનત કરતો હતો. રોજ લખવાની પ્રેક્ટિસ પણ કરતો હતો. જેનું આજે મને પરિણામ મળ્યું છે. હવે આગળ સાયન્સમાં એડમિશન લઈને IIT માંથી કોમ્પ્યુટર એન્જીનયર બનવું છે.

ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં અમદાવાદ શહેરનું 63.18 ટકા અને ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે. શહેરમાં 586 અને ગ્રામ્ય વિસ્તારમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. શહેરમાં B1 અને C2 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. આ વખતે અમદાવાદ શહેરમાં 48755 અને ગ્રામ્ય વિસ્તારમાં 40584 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ જાહેર થયું છે. તે જ સમયે, ગુજરાતના 2532 વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સમગ્ર ગુજરાતમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.65 ટકા પરિણામ આવ્યું છે. જે બાદ શાળાઓમાં પહોંચેલા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 પાસ થયા છે.

રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ કેન્દ્રનું 94.80 ટકા છે જે રાજ્યનું સૌથી વધુ પરિણામ કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં 0% સાથે 6 શાળાઓ અને 100% પરિણામ ધરાવતી 30 શાળાઓ છે. 2020માં રાજકોટ જિલ્લાનું 64.08 ટકા પરિણામ આવ્યું છે. આના પરિણામે 2022 માં 8.78%નો વધારો થયો.

રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 1561, A2 ગ્રેડમાં 4562, B1 ગ્રેડમાં 6637, B2 ગ્રેડમાં 7293, C1 ગ્રેડમાં 6193, C1 ગ્રેડમાં 6110, C2 ગ્રેડમાં 2263, D1માં 73, E1 ગ્રેડમાં 0 છે. E2 ગ્રેડમાં 5446 અને 5170 વિદ્યાર્થીઓ. રાજકોટ જિલ્લામાં 69 શાળાઓ એવી છે કે જેનું પરિણામ 30% કરતા ઓછું છે.

વડોદરા જિલ્લાનું 61.21 ટકા પરિણામ આવ્યું છે. 478 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ, 2505 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 10ના 70,494 વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓના પરિણામને લઈને વાલીઓ પણ ઉત્સાહિત છે. કોરોનાના મુશ્કેલ સમય પછી, પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સામાન્ય પરીક્ષા બની રહી હતી. જોકે, પેપર સરળ નીકળી જતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ કોરોના સમયગાળા દરમિયાન સતત બે વર્ષ સુધી ઓનલાઈન અભ્યાસ કર્યો છે.

જ્યારે શરૂઆતના કોરોના સમયગાળામાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારબાદ લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10માનું 60.64% પરિણામ જાહેર થયું હતું. જે 2019ની સરખામણીમાં 5 ટકા ઓછું હતું.

2019માં ધોરણ 10નું પરિણામ 66.97 ટકા હતું. દાહોદ જિલ્લાનું પરિણામ 2020માં સૌથી ઓછું આવ્યું છે. તો 174 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં રાજ્યભરમાં અંદાજિત 10.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.