દમણથી મોજ-મસ્તી કરીને પરત ફરી રહેલા સુરતના 6 મિત્રોને નડ્યો કાળમુખો અકસ્માત, ટ્રકની પાછળ કાર અથડાતા…

1715
Published on: 2:28 pm, Fri, 10 June 22

દમણથી પરત ફરતી વખતે વલસાડના ડુંગરી બ્રિજ પાસે અકસ્માતમાં સુરતના 6 યુવકો ઘાયલ થયા હતા, જ્યારે 2 યુવકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ડુંગરી બ્રિજ પાસે ટ્રકની પાછળ કારની ટક્કર થતા સાત પલટી ખાઈ ગઈ હતી. સુરતની એક સેલોન કંપનીમાં કામ કરતા 4 કર્મચારીઓ 2 મિત્રો સાથે દમણ આવ્યા હતા.

દમણમાં મોજ-મસ્તી કરીને સુરત પરત ફરી રહ્યા હતા. કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ડુંગરી બ્રીજ ઉતરતા આગળ ચાલતા ટ્રકનો ઓવરટેક કરવા જતાં ટ્રકનો પાછળનો ભાગ કારને અથડાતા કાર 7 થી વધુ વખત પલટી મારી ગઈ હતી.

સવારના છ વાગ્યાના સુમારે કારમાં સવાર સુરતના યુવકને ઈજા થઈ હતી. બનાવની જાણ ડુંગરી પોલીસ ટીમને થતાં ડુંગરી પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સવારે 6 ઇજાગ્રસ્તો પૈકી 3ની હાલત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરતની સેલોન કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તેના 2 મિત્રો મળી કુલ 6 યુવકો વિનીત, વિશાલ, દેવ, ઉત્તમ, વિજય અને દિપક કાર ન. HR-50-H-7788 લઈને દમણ ફરવા અને મઝા કરવા આવ્યા હતા. દમણથી સુરત પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ડુંગરી બ્રિજ ઉતરતા આગળ ચાલતી એક ટ્રકનો ઓવરટેક કરવા જતાં ટ્રકની કારને કટ લાગતા કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને NH-48 ઉપર 7થી વધુ પલ્ટી ખવડાવી દીધી હતી.

અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ઘટનાની જાણ ડુંગરી પોલીસ અને 108ની ટીમને કરવામાં આવતા ડુંગરી પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, એક ઇકો કાર ચાલક દ્વારા માનવતા દાખવીને એક ઇજાગ્રસ્તને પોતાની કારમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ચીખલી અને ડુંગરી 108ની ટીમ દ્વારા તાત્કાલિક ઇજાગ્રસ્ત દર્દીઓને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…