આ ખેડૂતના ખાતામાં રાતોરાત આવી ગયા 52 કરોડ રૂપિયા- પછી જે થયું એ જાણી આંખે અંધારા આવી જશે

210
Published on: 11:30 am, Fri, 17 September 21

બિહારમાં એક વ્યક્તિના બેંક ખાતામાંથી ખુબ મોટી રકમ હોવાના સમાચાર સામે આવ્યા છે. મુઝફ્ફરપુરમાં બનેલ આ ઘટનાથી મોટાભાગના લોકો આશ્વર્યમાં મુકાઈ ગયા છે. એક વૃદ્ધ વ્યક્તિના બેંક ખાતામાં અચાનક 52 કરોડ આવવાને કારણે લોકોને આશ્ચર્ય થયું હતું. આવો જાણીએ સમગ્ર મામલો વિગતે..

આ કેસ મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલ કટરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે કે, જ્યાં રામ બહાદુર શાહ તેમના વૃદ્ધાવસ્થા પેન્શનની રકમ ચકાસવા માટે એક CSP ઓપરેટરની પાસે ગયા હતા. જલદીમાં તેણે ખાતું ચકાસવા માટે અંગૂઠો લગાવ્યો, CSP ઓપરેટર ચોંકી ગયો. કારણ કે, વૃદ્ધ રામ બહાદુરના ખાતામા 52 કરોડથી વધુ રૂપિયા પડ્યા હતા.

આ જોઈને આ વાત જંગલમાં આગ લાગી ઉઠી હોય એમ ફેલાવા લાગી હતી. જ્યારે મીડિયાકર્મીઓ આ બાબતે પૂછપરછ કરવા માટે પહોંચ્યા ત્યારે રામ બહાદુરે જણાવ્યું કે, તેઓ વૃદ્ધાવસ્થા પેન્શન અંગે નજીકના સીએસપી ઓપરેટર પાસે ગયા તો એણે જણાવ્યું કે, તમારા ખાતામાં 52 કરોડથી વધુ રૂપિયા આવી ગયા છે.

દરેકને આ સાંભળીને આશ્ચર્ય થયું કે આટલી મોટી રકમ ક્યાંથી આવી? વડીલે કહ્યું કે, અમે ખેતી કરીને ગુજરાન ચલાવીએ છીએ. સરકાર પાસેથી માંગણી કરશે કે, તેમાંથી અમુક રકમ આપણને પણ આપવી જોઈએ, જેથી આપણી વૃદ્ધાવસ્થા પસાર થાય.

તેનો પુત્ર સુજીત આ બાબતે કહે છે કે, અમારા પિતાના ખાતામાં 52 કરોડથી વધુ રૂપિયા આવ્યા છે. જેના વિશે અમે ખૂબ ચિંતિત છીએ. અમે ખેડૂતો છીએ, અમે ગરીબ પરિવારમાંથી છીએ, સરકારે મદદ કરવી જોઈએ. બીજી બાજુ, આ કેસની માહિતી પર, કટરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર મનોજ પાંડે કહે છે કે, અમને આ માહિતી સ્થાનિક લોકો અને મીડિયા દ્વારા મળી છે. સિંગારીના એક વ્યક્તિના ખાતામાં 52 કરોડથી વધુ રકમ આવી છે.  આ મામલે ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરીને હાલમાં તપાસ ચાલી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…