
રોટલીયા હનુમાન દાદાનું ભવ્ય મંદિર પાટણ શહેરમાં નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે કલાકાર કીર્તિદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન પ્રથમ પાટોત્સવ નિમિતે કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં પ્રવેશ માટે કોઈ ટિકિટ નહીં પણ લોકોને ઘરેથી રોટલો-રોટલી લઈને આવ્યા હતા.
જો કોઈ રોટલી ન લાવ્યું હોય તો ત્યાં પૈસા આપી રોટલી લઈ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ડાયરાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં કીર્તિદાન ગઢવી રંગત જમાવતા અને તેના પર નોટો નો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં 50 હજારથી વધુ રોટલા અને રોટલી ભેગા થયા છે, આ રોટલા-રોટલી અબોલ પશુઓ અને શ્વાનોને ખવરાવવામાં આવશે.
View this post on Instagram
પાટણમાં આવેલા હાંસાપુર મલ્હાર લિંક રોડ પર આવેલું રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું હનુમાન દાદાનું મંદિર છે, જ્યાં માત્ર રોટલા અને રોટલીનો જ પ્રસાદ ચડે છે. ત્યારે આવા રોટલીયા હનુમાન દાદાના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિતે કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં પ્રવેશ માટે ટિકિટ કે પાસની વ્યવસ્થા કરવાંમાં આવે છે.
પરંતુ આ ડાયરામા પ્રવેશ માટે લોકોને ઘરેથી રોટલા કે રોટલી લઈને આવવાનું હતું. આમ રોટલા-રોટલી સાથે ડાયરો સાંભળવા આવેલા ભક્તોએ કીર્તિદાન ગઢવી પર ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. ભક્તોએ આ ડાયરામાં 10 લાખથી વધુની ઘોળ કરી હતી. જ્યારે 50 હજારથી વધુ રોટલા અને રોટલી એકઠા થયા છે. આ રોટલા અને રોટલી મુંગા પશુઓને ખવડાવવામાં આવશે.
લોક ડાયરામાં ઉપસ્થિત કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જીવદયા માટે આપણી પરંપરા મુજબ હંમેશા લોકો આગળ આવે છે અને દાનની સરવાણી કરે છે. ત્યારે પાટણમાં આવેલા આ રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા અને રોટલી ચઢાવવામાં આવે છે. હનુમાનજીને ચઢાવેલા આ રોટલા અને રોટલી જીવદયામાં ઉપયોગ કરવામાં આવે છે.
વધુ જણાવતા કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે, મેં ડાયરાના અનેક કાર્યક્રમ કર્યા છે, જેમાં રૂપિયાનો વરસાદ થાય છે, પરંતુ આ ડાયરામાં લોકોએ રૂપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના ઢગે ઢગ કરી દીધા છે. તો હું તમને સૌને અપીલ કરું છું કે જ્યારે પણ રોટલીયા હનુમાન મંદિર જાવ તો રોટલો કે રોટલી લઇને જજો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…